News Continuous Bureau | Mumbai
Mumbai Airport: મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ અધિકારીઓએ રૂ. 1.49 કરોડના હીરા (Diamond) જપ્ત કર્યા છે અને આ સંબંધમાં એક શકમંદની ધરપકડ કરી છે. કસ્ટમ(Custom department) ના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે બુધવારે શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે તે દુબઈ જતી ફ્લાઈટમાં બેસવાની રાહ જોઈ રહ્યો હતો.
હીરા ચાના પેકેટની અંદર
કસ્ટમ વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ‘જપ્ત કરાયેલા હીરા ચાના પેકેટ(Tea packet) ની અંદર છુપાવવામાં આવ્યા હતા’. ન્યૂઝ એજન્સીએ ચાય ના પેકેટની અંદરથી હીરા કાઢવાનો વીડિયો પણ જાહેર કર્યો છે.
જુઓ વીડિયો
આ સમાચાર પણ વાંચો : Amit Shah BNS Bill: લવ જેહાદ રોકવા કાયદામાં ફેરફાર? ખોટી ઓળખ આપીને મહિલા સાથે લગ્ન અથવા સેક્સ કરવા બદલ થઈ શકે છે આટલી સજા.. જાણો આ નવા બિલની સંપુર્ણ જાણકારી વિગતવાર અહીં…..
1559.6 કેરેટના હીરા જપ્ત
વીડિયો જાહેર કરતા લખ્યું કે, ‘9 ઓગસ્ટના રોજ મુંબઈ એર કસ્ટમ્સે દુબઈ(Dubai) જઈ રહેલા એક વ્યક્તિ પાસેથી 1.49 કરોડ રૂપિયાના 1559.6 કેરેટના હીરા જપ્ત કર્યા હતા, જે ચાના પેકેટમાં છુપાયેલા હતા. મુસાફરની ધરપકડ કરીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.
મુંબઈ એર કસ્ટમ્સ દ્વારા જપ્ત કરવામાં આવેલા હીરા 1559.6 કેરેટ કુદરતી અને લેબ બનાવવામાં આવ્યા હતા, જેની કિંમત 1.49 કરોડ રૂપિયા છે. કસ્ટમ અધિકારીઓએ જણાવ્યું હતું કે જપ્ત કરાયેલા હીરા ચાય ના પેકેટમાં ચતુરાઈપૂર્વક છુપાવવામાં આવ્યા હતા. હવે આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.
અગાઉ, કોચીન કસ્ટમ્સના અધિકારીઓએ શુક્રવારે ઇન્ડિગો એરલાઇન્સના વિમાનના પાછળના ટોઇલેટમાંથી આશરે રૂ. 85 લાખનું સોનું રિકવર કર્યું હતું. અધિકારીઓએ કહ્યું હતું કે બે ત્યજી દેવાયેલા બેગમાંથી સોનું પેસ્ટના રૂપમાં મળી આવ્યું હતું. આ સોનાનું વજન લગભગ 1,709 ગ્રામ હતું.