News Continuous Bureau | Mumbai
જો તમે હવાઈ મુસાફરી કરી રહ્યા છો અથવા તો કરવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે છે. મુંબઈ એરપોર્ટ(Mumbai Airport) પર આવતીકાલે 6 કલાક માટે હવાઈ મુસાફરી બંધ(Closed) રહેશે. ચોમાસા બાદ વિવિધ કામો કરવા માટે છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ(Chhatrapati Shivaji Maharaj International Airport)ના 14/32 અને 9/27 રનવે 18 ઓક્ટોબરે 6 કલાક માટે બંધ રહેશે.
પ્રાપ્ત જાણકારી મુજબ 18 ઓક્ટોબરે સવારે 11 થી સાંજના 5 વાગ્યા સુધી મેન્ટેનન્સ(maintenance) માટે બંધ રહેશે. આ સમય દરમિયાન, રનવેની બંને બાજુની લાઇટ, એરોનોટિકલ ગ્રાઉન્ડ લાઈટ(Aeronautical Ground Light) બદલવામાં આવશે. આ સમારકામ બાદ સાંજે 5 વાગ્યા પછી ફ્લાઇટ માટે રનવે ખોલવામાં આવશે. મુંબઈ એરપોર્ટ પ્રશાસને (Mumbai Airport Authority) આ સમયગાળા દરમિયાન મુસાફરી કરતા પ્રવાસીઓને મુસાફરી કરતા પહેલા સંબંધિત એરલાઈન્સ પાસેથી માહિતી મેળવવા વિનંતી કરી છે.
આ સમાચાર પણ વાંચો : WWE પાર્ટ – 2- રોયલ રમ્બલ જેવી ફાઇટ- એ પણ મહિલાઓ વચ્ચે- જુઓ વાયરલ વિડીયો
મહત્વનું છે કે અગાઉ પણ આ રનવે 10 મેના રોજ છ કલાક માટે બંધ કરવામાં આવ્યા હતા. આ રનવે પરથી દરરોજ 800થી વધુ એરક્રાફ્ટ ટેક ઓફ કરે છે.