ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 24 ફેબ્રુઆરી 2022,
ગુરુવાર,
મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના એન્ટિ નાર્કોટિક્સ સેલે મોટી કાર્યવાહી કરી છે.
એન્ટી નાર્કોટિક્સ સેલના અધિકારીઓએ મુંબઈના મલાડ વિસ્તારમાંથી 192 ગ્રામ કોકેઈન સાથે નાઈજિરિયનની ધરપકડ કરી છે
ઝડપાયેલા કોકેઈનની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 57 લાખ રૂપિયા આંકવામાં આવી રહી છે.
આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં કોર્ટે તેને પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે.
વિદેશી નાગરિક મુંબઈ અને તેના ઉપનગરોમાં સ્થાનિક દાણચોરોને ડ્રગ્સ સપ્લાય કરતો હતો.
એએનસીના કાંદિવલી યુનિટનો સ્ટાફને મલાડ પૂર્વમાં રાણીસતી માર્ગ પર પેટ્રોલિંગ દરમિયાન નાઇજીરિયનની હિલચાલ શંકાસ્પદ જણાતાં પોલીસે તેને તાબામાં લીધો હતો. તેની તલાશી લેવાતાં 57 લાખનું કોકેઇન મળી આવ્યું.
