News Continuous Bureau | Mumbai
ભગવાન શિવની પૂજા-ઉપાસના અને આરાધના માટે મહાશિવરાત્રીનો પાવન પર્વ ખૂબ જ વિશેષ હોય છે. હિંદુ પંચાંગ અનુસાર, ફાગણ મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિને મહાશિવરાત્રીનો તહેવાર મનાવવામાં આવે છે. આ વર્ષે શનિવાર, 18 ફેબ્રુઆરી, 2023 ના રોજ, મહાશિવરાત્રીનો ઉજવવામાં આવશે.
મહાશિવરાત્રીના અવસર પર મોટી સંખ્યામાં ભક્તો કાન્હેરી ગુફાઓ અને બાબુલનાથ મંદિરની મુલાકાત લે છે. તેથી, BEST ઉપક્રમે 18 ફેબ્રુઆરીએ બોરીવલી (પૂર્વ)માં સંજય ગાંધી નેશનલ પાર્કમાં આવેલી કાન્હેરી ગુફાઓ અને દક્ષિણ મુંબઈમાં બાબુલનાથ મંદિરમાં જતા ભક્તો માટે વિશેષ બસો ચલાવવાનો નિર્ણય લીધો છે.
સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન (બોરીવલી પૂર્વ)માં કાન્હેરી ગુફાઓ અને બાબુલનાથ મંદિર જતા મુસાફરોને પરિવહન સેવાઓ પૂરી પાડવા માટે બેસ્ટ ઉપક્રમ બસ રૂટ નંબર 188 (મર્યા.)ની 6 વધારાની બસો સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનના પ્રવેશદ્વારથી કાન્હેરી ગુફાઓ સુધી ચલાવશે. આ બસ સેવા સવારે 10.30 થી સાંજના 7.30 દરમિયાન ચલાવવામાં આવશે..
આ સમાચાર પણ વાંચો: આખરે ટ્વિટરને મળી ગયા નવા સીઈઓ.. એલોન મસ્કે નવા CEOની કરી જાહેરાત, નામ જાણી તમે ચોંકી જશો…
આ સિવાય બાબુલનાથ મંદિરે જતા મુસાફરો માટે બસ રૂટ નં. 57 (વાલકેશ્વરથી પી.ટી. ઉદ્યાન-શિવડી), બસ રૂટ નં. 67 (વાલકેશ્વરથી એન્ટોપ હિલ) અને બસ નં. 103 (વાલકેશ્વરથી કોલાબા બસ સ્ટેશન) ત્રણેય રૂટ પર સવારે 7.00 વાગ્યાથી સાંજના 7.00 વાગ્યા સુધી 6 વધારાની બસો ચલાવશે.