News Continuous Bureau | Mumbai
Mumbai: BMCએ 25 ઓક્ટોબરથી 31 ડિસેમ્બર, 2023 સુધી બાંધકામ સ્થળો ( construction sites ) પર ગેરકાયદેસર ભંગાર ( Illegal scrap ) , ડમ્પિંગ અને કચરો બાળનારાઓ સામે કાર્યવાહી કરીને વાયુ પ્રદૂષણને ( air pollution ) નિયંત્રિત કરવા માટે 1,207 કેસ નોંધ્યા છે અને ₹45.77 લાખનો દંડ ( penalty ) વસૂલ્યો છે. એમ મિડીયા રિપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે.
આ મામલે પ્રાપ્ત માહિતી મુજબ, બાંદ્રા, ખાર અને સાંતાક્રુઝ પશ્ચિમ વિસ્તારોમાં વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવાના નિયમ 97 ઉલ્લંઘનકારો પાસેથી ₹7.69 લાખનો સૌથી વધુ દંડ પણ વસૂલવામાં આવ્યો હતો. વધુમાં 4 નવેમ્બરથી 29 ડિસેમ્બર, 2023 સુધી, નાગરિક સંસ્થાએ પરિસરની સફાઈ ન કરવા બદલ સ્વચ્છતા નિયમોના ઉલ્લંઘન ( Rules Violation ) કરનારાઓ પાસેથી પણ ₹27.19 લાખનો દંડ વસૂલ્યો હતો. જેમાં રસ્તાની બાજુમાં ગેરકાયદેસર ભંગાર, ડમ્પિંગ કચરો ( Dumping waste ) નાખવા બદલ લગભગ 282 કેસ નોંધાયા હતા અને સ્વચ્છતા અભિયાન નિયમ ઉલ્લંઘન કરનારાઓ પાસેથી 16 લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : Kuno National Park: નામીબિયાથી આવેલી માદા ચિત્તા ‘આશા’ બની માતા, કુનો નેશનલ પાર્કમાં 3 બચ્ચાને આપ્યો જન્મ.. જુઓ વિડીયો..
નિયમનું ઉલ્લંઘન કરનારાઓ સામે જરૂરી પગલાં જરુરી…
જૂનમાં, પાલિકાએ ગમે ત્યાં જમા થતા કચરાની ફરિયાદ માટે એક સમર્પિત WhatsApp નંબર (81696-81696) પણ શરૂ કર્યો હતો. જેને ‘મુખ્યમંત્રી સ્વચ્છ મુંબઈ હેલ્પલાઇન’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ હેલ્પલાઈન નંબર પર મળેલ ફરિયાદ, પાલિકા અધિકારીઓને નિયમનું ઉલ્લંઘન કરનારાઓ સામે જરૂરી પગલાં લેવા સક્ષમ બનાવે છે.