News Continuous Bureau | Mumbai
Mumbai : અંધેરીનાં સાકીનાકાના વિસ્તારમાં જરીમરીમાં એક સ્થાનિક હિંદુ પરિવારને પરેશાન કરનાર અસામાજીકોનાં ગેરકાયદે મકાનને ધરાશયી કરવાની કાર્યવાહી મહાપાલિકાએ શરૂ કરી હતી. આ ગેરકાયદે બાંધકામનાં પાંચ માળના મકાનનો હવે ગ્રાઉન્ડ ફ્લોર જ બાકી રહ્યો હોવાનું જણાય છે. આ અગાઉ સ્થાનિક હિન્દુ પરિવારો ઉપર હુમલો થયા બાદ આ સમગ્ર ઘટનાક્રમની શરૂઆત થઇ છે જેમાં મુંબઇનાં ઉપનગરીય પાલક મંત્રી મંગલ પ્રભાત લોઢાએ આપેલી સુચના અનુસાર પાલિકાએ દબાણ દુર કર્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે સાકીનાકામાં રહેતા હિન્દુ પરિવાર ઉપર ધાર્મિક તનાવ ઉશ્કેરતા કટ્ટરપંથી ગુંડા દ્વારા ગત ૧૪ મી માર્ચે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ૧૫ માર્ચના રોજ, પાલક મંત્રી મંગલ પ્રભાત લોઢા ઘટનાસ્થળે ગયા અને પીડિત પરિવારની પૂછપરછ કરી હતી. મંત્રી લોઢાએ સમગ્ર મામલાની જાણકારી મેળવ્યા બાદ હિંદુ પરિવારો પર જીવલેણ હુમલા કરી રહેલા આ ગુંડાના અનધિકૃત પાંચ માળના મકાનને તોડી પાડવાનો નિર્દેશ આપ્યો હતો. મંત્રી લોઢાની સૂચના અનુસાર, મહાનગરપાલિકાએ કાર્યવાહી શરૂ કરી દીધી છે, અને આ ગેંગસ્ટરના ઘરનો માત્ર ગ્રાઉન્ડ ફ્લોર બાકી છે.
આ સમાચાર પણ વાંચો : Okra water: દરરોજ સવારે ભીંડાનું પાણી પીવાથી મળશે આ અદ્ભુત ફાયદા, જાણો તેને બનાવવાની રીત..
આ પ્રસંગે બોલતા મંત્રી લોઢાએ જણાવ્યું હતું કે, “જરીમરી ખાતેની ઘટનાની સમીક્ષા કર્યા પછી, પ્રશાસનને સમજાયું છે કે અહીં પણ હિંદુઓને હેરાન કરવાની અને અત્યાચાર કરવાની માલવણી જેવી રીતો ચાલી રહી છે જે આ બંધ થવી જરૂરી છે. આ માટે યોગ્ય પગલાં લેવામાં આવશેઅહીંના ભૂમિપુત્રો સામે અન્યાય થશે તો સહન કરવામાં આવશે નહીં.”
આ વિસ્તારમાં સ્થાનિક હિન્દુ પરિવાર પર હુમલો કરનાર ગુંડાએ છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટની દિવાલ પર અતિક્રમણ કરીને પાંચ માળનું અનધિકૃત બાંધકામ કર્યું હતુ. બાજુના મંદિરમાં નિયમિત પૂજા કરતા હિન્દુ નાગરિકોને આ ગુંડા દ્વારા ધાર્મિક વિખવાદ ઉભો કરવાના ઈરાદે બળજબરીથી હેરાન કરવામાં આવ્યા હતા. સ્થાનિક નાગરિકોએ ૪૦ જેટલી ફરિયાદો નોંધાવ્યા બાદ પણ પોલીસે આ ઘટના પ્રત્યે આંખ આડા કાન કર્યા હતા. ૧૪ માર્ચના રોજ, આ ગુંડાએ બદલાની ભાવનાથી તેની વિરુદ્ધ ફરિયાદ કરનારા હિન્દુ નાગરિકો પર જીવલેણ છરી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.