કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને, BMC એ હોળી અંગે માર્ગદર્શિકા બહાર પાડી છે.
બીએમસી દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકા મુજબ 28-29 માર્ચે જાહેરમાં હોળીની ઉજવણી કરવાની મંજૂરી નથી.
આ નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ પર મહામારી રોગ અધિનિયમ 1897 અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.
