Site icon

બીચ પર ફરવા જવાનું વિચારતા લોકો માટે કામના સમાચાર. BMCએ રોડ પ્રોજેક્ટ માટે આ ફેમસ બીચનો એક ભાગ કરી દીધો બંધ..

 News Continuous Bureau | Mumbai

મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટ (MCRP) માટે અંડરગ્રાઉન્ડ ટનલના ચાલુ બાંધકામને પગલે BMCએ ગિરગાંવ ચોપાટી ખાતે આશરે 200 ચોરસ-મીટરના ભાગને બંધ કરી દીધો છે. મીડિયા રિપોર્ટ મુજબ પાલિકા અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ભાગ આગામી સાત મહિના માટે બંધ રહેશે અને કોઈ વધારાનું બાંધકામ હાથ ધરવામાં આવશે નહીં.

Join Our WhatsApp Community

BMC 10.58-km-લાંબા MCRPનું નિર્માણ કરી રહી છે, જેનો ઉદ્દેશ નરીમાન પોઈન્ટને બાંદ્રા-વરલી સી લિંક સાથે જોડવાનો છે. BMCના ડેટા અનુસાર, હાલમાં 65% બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. પ્રોજેક્ટના ભાગરૂપે, ટ્વીન અંડરગ્રાઉન્ડ ટનલ બનાવવામાં આવી રહી છે, જે 2.07-કિમી લાંબી હશે અને ગિરગાંવ ચોપાટીને મલબાર હિલ નજીક પ્રિયદર્શિની પાર્ક સાથે જોડશે. આ ટનલ ચોપાટી, કિલાચંદ ગાર્ડન, હેંગિંગ ગાર્ડન અને નેપિયન સી રોડ નીચેથી પસાર થશે. બીએમસીએ માર્ચની શરૂઆતમાં ઉત્તર તરફની ટનલનું બોરિંગ પૂર્ણ કર્યું હતું અને દક્ષિણ તરફની ટનલ માટે બોરિંગ કામ આવતા વર્ષની શરૂઆતમાં પૂર્ણ થવાની ધારણા છે.

આ સમાચાર પણ વાંચો:  હેર કેર ટિપ્સ: વાળ ન વધતા હોય તો આજે આ શાકભાજીને ડાયટમાં કરો સામેલ, ઝડપથી થશે હેર ગ્રોથ

લોકોને આ સ્થળની મુલાકાત ન લે તે માટે અધિકારીઓએ પહેલાથી જ બેરિકેડ લગાવી દીધા છે. 7 નવેમ્બરથી વિસ્તારને બંધ કરી દેવામાં આવ્યો છે. દરમિયાન સ્થાનિક રહીશો અને કાર્યકરો આ પગલાથી નારાજ છે.

Mumbai Weather: ઠાણે, પાલઘર, રાયગઢમાં ભારે વરસાદની સંભાવના,મુંબઈ માટે આજે જારી કરવામાં આવ્યું આ એલર્ટ! જાણોકેવું રહેશે હવામાન?
Mumbai-Ahmedabad Highway: મુંબઈ-અમદાવાદ હાઇવે (NH-48) બન્યો ‘મોતનો ફાંસલો’, તલાસરી-દહીંસર પટ્ટા પર આ વર્ષે ૨૩૮ અકસ્માતોમાં થયા આટલા લોકોના મૃત્યુ
Bullet Train NMIA Link: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોરને નવી મુંબઈ એરપોર્ટ સુધી જોડવા માટે પ્રસ્તાવ,જાણો કાર્ય ની પ્રગતિ અને સમયરેખા
Central Railway: મુંબઈનું સીએસએમટી પ્લેટફોર્મ ૧૮ પુનર્વિકાસના કામ માટે ૧ ઑક્ટોબરથી આટલા દિવસ માટે રહેશે બંધ, જાણો સંપૂર્ણ માહિતી
Exit mobile version