Site icon News Continuous Bureau | Mumbai

હાશ! 28976 બિલ્ડીંગો સીલ મુક્ત થઈ.. પણ હવે જો આટલાથી વધુ કોરોનાના દર્દી મળ્યા તો બિલ્ડીંગ પાછી સીલ થશે.. જાણો વિગત.

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

01 ઓક્ટોબર 2020

છેલ્લા થોડા દિવસોથી મુંબઈમાં જુદા જુદા ઠેકાણે આવેલી ઈમારતોમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધી રહી છે. ઈમારતો અને આસપાસના પરિસરમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય એ માટે મહાપાલિકાએ આખી ઈમારત જ સીલ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે, આ વેળા મહાપાલિકાએ પોતાના નિયમોમાં ફેરફાર કર્યો છે.

કોરોનાગ્રસ્ત દર્દી મળે પછી પરિસ્થિતિ અનુરુપ સંપૂર્ણ ઈમારત અથવા એનો થોડો ભાગ સીલ કરવાનો નિર્ણય લીધો છે. હવે કોઈ ઈમારતમાં 10 કરતા વધારે દર્દીઓ અથવા બે કરતા વધુ માળાઓ પર કોરોનાગ્રસ્ત દર્દીઓ મળે તો આખી ઈમારત સીલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.. હોમ ક્વોરન્ટાઈન થયેલા દર્દીઓને જીવનાવશ્યક વસ્તુઓ પૂરી પાડવાની જવાબદારી ઈમારતના સોસાયટીના પદાધિકારીઓને સોંપવામાં આવી છે. 

કોરોનાગ્રસ્ત વધુ દર્દી મળી આવતા આજની તારીખે 10,289 ઈમારતો સીલ કરવામાં આવી છે.  જોકે કોરોનાગ્રસ્ત દર્દીઓ મળી આવવાથી આ પહેલાં સીલ કરેલી 28,976 ઈમારતોને અવધિ પુરી થતાં અને નવા દર્દીઓ ન મળતા ઈમારતો સીલમુક્ત થઈ છે. પરિણામે આ ઈમારતોના રહેવાસીઓએ છૂટકારાનો શ્વાસ લીધો છે.

Ajay Devgn Juhu Bungalow BMC Action અજય દેવગનના જુહુ સ્થિત બંગલા પર બીએમસીનો હથોડો અનધિકૃત બાંધકામ તોડી પાડ્યું, સ્પા અને સલૂન શરૂ કરવા સામે સોસાયટીનો વિરોધ
Colaba Traffic Division Cracks Down ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન સામે કોલાબા ટ્રાફિક ડિવિઝનનો સપાટો એક જ દિવસમાં ૭૩૬ કેસ કરી ₹૮૬,૬૨૭નો દંડ વસૂલ્યો
Drugs Seized in Malad મલાડના ફ્લેટ પર મુંબઈ પોલીસના દરોડા ₹૨.૩૯ કરોડનું હાઈડ્રોપોનિક ગાંજો, ચરસ અને LSD જપ્ત, એક પેડલર ઝડપાયો
Versova Beach Murder Solved વર્સોવા બીચ પાસે કોથળામાં મળેલી લાશનો ભેદ ઉકેલાયો શાકભાજી વિક્રેતાની ઘાતકી હત્યા કેસમાં ૬ આરોપીઓ ઝડપાયા
Exit mobile version