News Continuous Bureau | Mumbai
ગરમીની સીઝન(Summer season)માં મોટાભાગના લોકો પરેશાન થઈ જાય છે. માણસ હોય કે જાનવર કોઈપણ વ્યક્તિ ગરમીથી છૂટકારો મેળવવા માટે ઉપાયો શોધતા હોય છે. ત્યારે આવામાં ગરમીથી રાહત પ્રાપ્ત કરવાની એક રીત ઠંડા પાણીમાં ડુબકી લગાવવાની પણ છે. માણસો સિવાય જંગલ(Forest Animle)ના જાનવરો પણ આ રીત પર પૂર્ણ વિશ્વાસ કરે છે.
#મુંબઈના #ભાયખલા પ્રાણી સંગ્રહાલયમાં #ગરમીથી ત્રસ્ત #વાઘે પાણીમાં લગાવી ડૂબકી, #સોમીડિયા પર #વાયરલ થયો વિડીયો.. જુઓ વિડિયો…#Mumbai #VeermataJijabaiBhosaleUdyan #Zoo #TigerShakti #swimming pic.twitter.com/87s1bwqi0Z
— news continuous (@NewsContinuous) April 19, 2022
ખૂંખાર જાનવર વાઘનો આવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં ભાયખલા(Byculla)માં સ્થિત વીરમાતા જીજાબાઈ ભોસલે ઉદ્યાન(Veermata Jijabai Udhyan)માં આવેલા પુલમાં બંગાળ વાઘ, શક્તિ (Shakti)પાણીમાં ન્હાતો અને મસ્તી કરતો જોવા મળી રહ્યો છે. જેવી વાઘે પાણીમાં ડૂબકી લાગવી કે તરત જ સહેલાણીઓએ તેના વિડિયોઝ લેવાનું શરૂ કરી દીધું. હાલ આ વિડિયો સોશિયલ મીડિયા પર લોકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.