ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
13 ફેબ્રુઆરી 2021
લોકો કાગડોળે રાહ જોઈ રહ્યા છે કે મુંબઈની લોકલ ટ્રેન ક્યારે શરૂ થશે. આવા સમયે મધ્ય રેલવે નવું પગલું લીધું છે. મળતી જાણકારી મુજબ મધ્ય રેલવે ૮ રેલવે સ્ટેશનોની બહાર લોકોની સુવિધા માટે ઇ-બાઇક ભાડા પર આપશે. આ ઇ બાઈક એપ્લિકેશનની મદદથી ચલાવવા માટે ભાડા પર મેળવી શકાશે. રેલવે નું માનવું છે કે આ સેવાને કારણે રેલવેને 30 લાખ રૂપિયાનો નફો મળશે.
હાલાર સેવા સીએસટી, લોકમાન્ય તિલક ટર્મિનસ, પરેલ, દાદર, ભાંડુપ અને થાણા રેલવે સ્ટેશન પર મળશે.
આમ ટ્રેન શરૂ થાય કે ન થાય રેલવે સ્ટેશનની બહાર ઇ-બાઈક થોડા સમયમાં મળતી થઈ જશે.
