News Continuous Bureau | Mumbai
Mumbai: આજે સવારે આઠ વાગ્યાની આસપાસ ટેકનિકલ ખામી ( Technical defect ) સર્જાતા મધ્ય રેલવેની ( Central Railway ) પરિવહન વ્યવસ્થા ( Transport system ) મોટા પાયે ખોરવાઈ ગઈ છે. સવારે કર્જત અને બદલાપુર વચ્ચે ચાલતી લોકલ સેવા ( Local service ) ખોરવાઈ ગઈ છે.
દરમિયાન આ મામલે રેલ્વેના સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ આજે સવારના 8 વાગ્યાના સુમારે કર્જતથી બદલાપુર અને વાંગણી વચ્ચે ઓવરહેડ વાયર તૂટી પડતાં લોકલ સેવા ( Local Train ) ખોરવાઈ છે.દરમિયાન આ મામલે રેલ્વે સ્ટાફે ઓવરહેડ વાયર રીપેરીંગની કામગીરી શરૂ કરી દીધી છે. જેમાં ટૂંક સમયમાં આ કામ પૂર્ણ કરી લોકલ સેવા પૂર્વવત થઈ જશે તેવું કહેવાય છે. પરંતુ તેના કારણે લોકલ સેવાને અસર થઈ છે અને ટાઈમ ટેબલ ખોરવાઈ ગયું છે.
આ સમાચાર પણ વાંચો : Aadhar Card: આધાર અપડેટ કરતા સમયે આ દસ્તાવેજો છે જરૂરી! જાણો તેની સંપૂર્ણ યાદી
રેલ્વે કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને સમારકામ ચાલુ છે
કર્જત અને બદલાપુર વચ્ચે ટેકનિકલ ખામીના કારણે બદલાપુરથી મુંબઈ લોકલ સેવા પણ મોડી પડી રહી છે. મુંબઈથી કર્જત તરફ આવતી લોકલ ટ્રેન માત્ર બદલાપુર સુધી જ ચાલે છે.
રેલ્વે કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને સમારકામ ચાલુ છે. હાલમાં એવી માહિતી મળી રહી છે કે સમારકામ બાદ ટૂંક સમયમાં લોકલ સેવા પુનઃસ્થાપિત કરવામાં આવશે.