News Continuous Bureau | Mumbai
Mumbai: મુંબઈ ( Mumbai ) ના BKC વિસ્તારમાં જિયો ગાર્ડન ( Jio Garden ) પાસે CISF જવાને આત્મહત્યા ( Suicide ) કરી હોવાની આશંકા છે 40 વર્ષીય જવાનનું નામ મુકેશ ખોડાભાઈ ખેતરિયા છે. મૃતક જવાન ગુજરાતના અમરેલી ( Amreli ) જિલ્લાનો રહેવાસી હતો.
મુકેશે પોતે જે AK 47 રાઈફલ ( AK 47 rifle ) લઈને જઈ રહ્યો હતો તેનાથી પોતાને ગોળી મારી લીધી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના 16 ડિસેમ્બરે બની હતી. મુકેશની ડ્યુટી જીઓ ગાર્ડનના ગેટ નંબર 5 પર હતી. મુકેશે ત્યાં ફરજ પર હતો ત્યારે આત્મહત્યા કરી લીધી હતી.
આ મામલે BKC પોલીસ સ્ટેશન માં અકસ્માત મોતનો કેસ નોંધવામાં આવ્યો…
મૃત્યુ બાદ ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ અને BKC પોલીસ ( BKC Police ) ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તેઓ મુકેશને શિવની લોકમાન્ય તિલક હોસ્પિટલમાં લઈ ગયા હતા, પરંતુ ડોક્ટરોએ મુકેશને મૃત જાહેર કર્યો. પોલીસે મુકેશના પિતા ખોડાભાઈનો સંપર્ક કરી ઘટના અંગે જાણ કરી છે.
આ સમાચાર પણ વાંચો : Mumbai Local: મુંબઇકર માટે મોટા સમાચાર.. મુંબઈની આ રેલવે લાઈન પર ફ્લાયઓવરના કામ માટે આઠ ટ્રેનો રદ્દ ..
આ કેસમાં પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળનું પંચનામું કરી 29 કારતૂસ કબજે કર્યા છે. આ મામલે BKC પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો કેસ નોંધવામાં આવ્યો છે. ગોળી ગળામાંથી શરીરમાં પ્રવેશી હતી. આથી ગોળી વાગી હતી કે અકસ્માતે વાગી હતી તેની તપાસ ચાલી રહી છે.