ન્યુઝ કન્ટિન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૫ જુન ૨૦૨૧
શનિવાર
મહારાષ્ટ્ર સરકારે આદેશ પાડીને આખા મહારાષ્ટ્ર રાજ્યને પાંચ લેવલ માં ખોલવાનો આદેશ આપ્યો છે. આમાંથી મુંબઈ શહેર માટે જે સ્તર લાગુ પડે છે તે છે લેવલ-3. મુંબઈ શહેરનો પોઝિટિવિટી 6.4 ટકા હોવાને કારણે નિમ્નલિખિત વસ્તુઓ થશે.
નિયમ મુજબ હવે
૧. મુંબઈ શહેરની તમામ દુકાનો સાંજે ચાર વાગ્યા સુધી ખુલ્લી રહી શકશે.
૨.મોલ થિયેટર અને મલ્ટિપ્લેક્સ વગેરે બંધ રહેશે.
૩. રેસ્ટોરન્ટ સાંજે ચાર વાગ્યા સુધી ચાલુ રહેશે. ત્યારબાદ પાર્સલ સુવિધા રહેશે.
૪. સરકારી ઓફિસો ચાલુ રહેશે અને સામાજિક મેળાવડા પણ થઈ શકશે.
૫. અંતિમ સંસ્કારમાં 20 લોકો હાજર રહી શકશે
૬. પ્રાઇવેટ ઓફિસ સાંજે ચાર વાગ્યા સુધી ખુલ્લી રહી શકશે
૭. સલૂન અને જિમ્નેશિયમ 50% કેપેસિટી સાથે ચાલી શકશે. જેમાં એરકન્ડીશન બંધ રાખવું પડશે.
૮. લોકલ ટ્રેન માત્ર મહત્વપૂર્ણ સુવિધા માટે પાત્ર લોકો માટે જ ચાલુ રહેશે.