ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
21 ડિસેમ્બર 2020
આમ તો હાલ મુંબઇમાં કોંગ્રેસની- શિવસેના, એનસીપી સાથે ની સયુંકત સરકાર રાજ કરી રહી છે. હવે મુંબઈ મહાનગરપાલિકા ની ચુંટણીઓ આવી રહી છે. જેમાં મુંબઈ કોંગ્રેસના પ્રમુખ ભાઈ જગતાપ ઇચ્છે છે કે 2022 ની બીએમસી ચૂંટણી માટે કોંગ્રેસ એકલા હાથે મેદાનમાં ઉતારે. જ્યારે એમવીએ સરકારના ટોચના નેતાઓ હિમાયત કરી રહ્યા છે કે ભાજપને હરાવવા ત્રણેય પક્ષોએ એક સાથે તમામ સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી લડવી જોઈએ.
નવનિયુક્ત મુંબઇ કોંગ્રેસ અધ્યક્ષ ભાઈ જગતાપે રવિવારે કહ્યું કે કોંગ્રેસને બૃહદમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) ની 2022 માં યોજાનારી ચૂંટણીમાં એકલા જ લડવું જોઈએ. જગતાપે કહ્યું કે, "મુંબઈ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે, હું મક્કમ મંતવ્યનું ધરાવું છું કે બીએમસીની તમામ 227 બેઠકો કોંગ્રેસે એકલાં જ લડવી જોઈએ." તેમણે કહ્યું, "એનસીપી સાથે જોડાણમાં સત્તા પર હતા ત્યારે પણ [1999- 2014], અમે હંમેશાં બીએમસીની ચૂંટણી સ્વતંત્ર રીતે લડ્યા હતા અને હવે તેનું પાલન પણ થવું જોઈએ."
મુંબઈ પ્રાદેશિક કોંગ્રેસ સમિતિ (એમઆરસીસી) ના અધ્યક્ષ તરીકે તેમની પ્રાથમિકતાઓ વિશે પૂછવામાં આવતા, ભાઈ જગતાપે જણાવ્યું હતું કે મનપામાં કોંગ્રેસની સંખ્યા અગાઉના કરતાં ઓછી થઈ છે અને બેઠકોની સંખ્યા વધારવા માટે તેઓ બધા અનુભવી નેતાઓને એક કરવા પ્રયાસ કરશે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસે ચરણસિંહ સપરાને પણ મુંબઈ કોંગ્રેસના નવા કાર્યકારી પ્રમુખ તરીકે નિમયા છે.