મહારાષ્ટ્રમાં ઠંડી ( Winter ) નો ચમકારો વધ્યો છે અને મુંબઈવાસી ( Mumbai ) વહેલી સવારે અને રાતના ભારે ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. રસપ્રદ વાત એ છે કે સામાન્ય પણે, પુણે અને નાસિક બંને જે મુંબઈ કરતાં ઉચ્ચ પ્રદેશ (પ્લેટો) પર આવેલાં હોવાથી ત્યાં ઠંડીનું પ્રમાણ વધુ હોય છે. પરંતુ ગઈ કાલે (સોમવારે) 26.5 સેલ્સિયસ પર, મુંબઈ ( Mumbai ) નું દિવસનું તાપમાન પૂણેના 31.2 સે. અને નાસિકના 28.5 સે. કરતાં ઓછું નોંધાયું હતું. જોકે, આ બે શહેરોમાં રાત્રિનું તાપમાન મુંબઈ કરતાં ઓછું હતું.
શહેરમાં રાત્રિનું તાપમાન
કોલાબા અને સાંતાક્રુઝ વેધર સ્ટેશનો દ્વારા નોંધાયેલ લઘુત્તમ દિવસનું તાપમાન સામાન્ય કરતા 4 ડિગ્રી નીચું હતું, જ્યારે રાત્રિનું તાપમાન અનુક્રમે 17.5 સે અને 15.6 સે. હતું. તેની સરખામણીમાં, પુણે અને નાસિકમાં રાત્રિનું તાપમાન અનુક્રમે 11.7 ડીસી અને 11 સેલ્સિયસ નોંધાયું હતું.
આ સમાચાર પણ વાંચો: નવો વિવાદ.. હવે મેટ્રો-2એ રૂટમાં આ સ્ટેશનનું નામ બદલવાની ઉઠી માંગ, સ્થાનિકોએ આપી અંદોલનની ચીમકી..
હવામાન વિભાગની આગાહી
ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી દિવસોમાં તાપમાનમાં વધુ ઘટાડો થવાની આગાહી કરી છે.