ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 31 ડિસેમ્બર 2021
શુક્રવાર
મુંબઈ શહેરમાં કોરોનાના નવા કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. મુંબઈ મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3671 કેસ નોંધાયા છે. જોકે સારા સમાચાર એ છે કે એક પણ દર્દીનું મોત થયું નથી. આ તાજા આંકડાની સાથે જ સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 11,360 થઈ ગઈ છે.
- શહેરમાં છેલ્લા 24 કલાકમાં 371 દર્દીઓ સ્વસ્થ થયા છે.
- હાલ કોરોનાના 11,360 દર્દી વિવિધ હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે.
- ઉલ્લેખનીય છે કે મુંબઈ શહેરમાં છેલ્લા 7 દિવસમાં દૈનિક ધોરણે કેસ માં વધારે થઈ રહ્યોં છે.
તારીખ |
વાર |
કેસ |
23/12/21 |
ગુરુવાર |
602 |
24/12/21 |
શુક્રવાર |
683 |
25/12/21 |
શનિવાર |
757 |
26/12/21 |
રવિવાર |
922 |
27/12/21 |
સોમવાર |
809 |
28/12/21 |
મંગળવાર |
1377 |
29/12/21 |
બુધવાર |
2510 |
ઉપરના કોઠાથી સ્પષ્ટ થાય છે કે માત્ર નવ દિવસમાં મુંબઈમાં કોરોનાના દરદીની સંખ્યા ૧૦ ગણી થઈ છે. આથી આવનાર દિવસો માં પણ પરિસ્થિતી વણસી શકે છે.
- ચોંકાવનારી વિગત એમ છે કે છેલ્લા 24 કલાક માં 190 જેટલા ઓમીક્રોનના કેસ નોંધાયા છે.
મુંબઈ શહેર માં આવી ખરાબ પરિસ્થિતીને કારણે લોકોએ સતર્ક રહેવાની જરુર છે.