News Continuous Bureau | Mumbai
સન્ડે સ્ટ્રીટ્સ(Sunday streets)ને મુંબઈગરા(Mumbaikars)એ ભરપૂર પ્રતિસાદ આપ્યો છે. આ પહેલની સફળતા બાદ મુંબઈ પોલીસ કમિશનર સંજય પાંડે(Mumbai Police Commissioner Sanjay Pandey)એ હવે રવિવારે મુંબઈના અમુક પસંદગીના વિસ્તારોમાં કાર-મુક્ત ઝોન(Car-free zone) રચવા બાબતે વિચાર કરી રહ્યા છે. તાજેતરમાં તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેની માહિતી આપી હતી.
સન્ડે સ્ટ્રીટ, નો હોકિંગ ઝોન(No Honking zone), બાઈસિકલ રેલી(Bicycle rally) જેવી ઝુંબેશને મુંબઈગરાએ વધાવી લીધી છે. તેથી હવે કમિશનર મુંબઈના અમુક રસ્તાઓને રવિવાર(Sunday)ના દિવસ માટે કારમુક્ત(Car-free) કરવા માંગે છે. એટલે સંબંધિત વિસ્તારોમાં સ્થાનિક રહેવાસીઓ સિવાય એક દિવસ માટે બહારની કોઈપણ કારને પ્રવેશવાની મંજૂરી નહીં મળે. આ વિસ્તારમાં આવતા મુલાકાતીઓએ પગપાળા(Walking) અથવા સાઈકલ(cycle) પર આવવાનું રહેશે. જો કે આ બાબતે હજી કોઈ સત્તાવાર નિર્ણય લેવાયો ન હોવાનું કમિશરને કહ્યું હતું.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રના આ મંદિર સૌથી સ્વચ્છ મંદિર- સતત બીજી વખત સ્વચ્છતાનો ખિતાબ મેળવ્યો-જાણો વિગતે
મુંબઈ પોલીસ(Mumbai Police) દ્વારા યોજવામાં આવતા જુદા જુદા અભિયાને સારો એવો પ્રતિસાદ મળી રહ્યો હોવાનું બોલતા કમિશનરે કહ્યું હતું કે રવિવારે યોજાયેલી બાઈસિકલ રેલી(Bicycle Rally)નો જોરદાર પ્રતિસાદ મળ્યો હતો. આ કાર્યક્રમમાં લગભગ બેથી ત્રણ હજાર સાઈકલ ચાલકોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં બાંદ્રા-વરલી સી લિંક(Bandra-Worli sea link) પર જ્યાં સામાન્યપણે ટુ-વ્હીલર(Two wheeler) વાહનોને મંજૂરી નથી ત્યાં સાયકલ ચાલકોને વિશેષ પરવાનગી આપવામાં આવી હતી. આવો જ કાર્યક્રમ ફરી પણ યોજાઈ શકે એવો સંકેત પણ પાંડેએ આપ્યો હતો.
સોશિયલ મીડિયા પર પોલીસ કર્મીઓને સંબોધી રહેલા કમિશનરે આ દરમિયાન કહ્યું હતું કે વરિષ્ઠ નાગરિકો(senior citizen) તરફથી તેમને ફરિયાદ મળી હતી કે અગાઉ નક્કી થયા મુજબ પોલીસ ચેકિંગ(police checking) માટે તેમના ઘરની મુલાકાત નથી લઈ રહ્યા. પાંડેએ જણાવ્યું કે વરિષ્ઠ નાગરિકોને વિશેષ સુરક્ષા(security)ની જરૂર હોય છે. પોલીસ વિભાગે પોતાના કાર્યક્ષેત્રમાં રહેતા વરિષ્ઠ નાગરિકોની યાદી બનાવવી જોઈએ અને બીટ માર્શલો(marshals)એ તેમની નિયમિત મુલાકાત લેવી જોઈએ. ઈન્સ્પેકટરોએ દર અઠવાડિયે બીટ માર્શલોની મુલાકાતની સમીક્ષા કરવી જોઈએ. આ પ્રથા મારી નિવૃત્તિ પછી પણ ચાલુ રહેવી જોઈએ એવી સલાહ પાંડેએ પોલીસ કર્મી(police personnels)ઓને આપી હતી. પોલીસ વડાએ એવી પણ ખાતરી આપી કે ફ્લેટ વેચાણ માટે એનઓસી માટે વધુ રકમ માગનાર સામે બળજબરીથી વસુલીનો કેસ નોંધવામાં આવશે.