News Continuous Bureau | Mumbai
Mumbai Crime : મુંબઈ (Mumbai) ના પવઈ વિસ્તારમાં 23 વર્ષની એર હોસ્ટેસની હત્યા (Murder) ની સનસનાટીભરી ઘટના સામે આવી છે. મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ સંબંધિત એર હોસ્ટેસની ડેડ બોડી પવઈ પોલીસ સ્ટેશનની હદમાં આવેલી કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીની બિલ્ડિંગમાંથી મળી આવી હતી. આ મામલે પવઇ પોલીસે (Powai Police) હત્યા નો ગુનો નોંધ્યો છે. આ કેસમાં પોલીસે બિલ્ડીંગમાં સફાઈનું કામ કરતા ઈસમની અટકાયત કરી છે.
ગળું કાપીને કરાઈ એર હોસ્ટેસની હત્યા
મૃતક એર હોસ્ટેસ મરોલમાં સ્થિત કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં રહેતી હતી. તે મૂળ છત્તીસગઢની છે અને એપ્રિલમાં એર ઈન્ડિયામાં ટ્રેનિંગ માટે મુંબઈ આવી હતી. આવાસમાંથી મધરાતે તેનો મૃતદેહ મળી આવ્યો હતો. તેનું ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી. પવઇ પોલીસને માહિતી મળતા જ ઘટનાસ્થળે દોડી આવી હતી. તેના મૃતદેહ (Deadbody) ને પોસ્ટમોર્ટમ માટે કૂપર હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. પવઈ પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 302 હેઠળ હત્યાનો કેસ નોંધ્યો છે. જે બાદ આરોપીને શોધવા માટે ચાર ટીમો બનાવવામાં આવી હતી.
ગણતરીની કલાકોમાં જ હત્યાનો કેસ ઉકેલાઈ ગયો
પવઇ પોલીસે ગણતરીની કલાકોમાં જ હત્યાનો કેસ ઉકેલવા માં સફળતા મળી છે. પોલીસે હત્યાના આરોપીની ધરપકડ કરી છે. આરોપી આ જ સોસાયટીમાં સફાઈ કામ કરતો હતો. તેણે પોતાનો ગુનો કબૂલી લીધો છે. જો કે હજુ સુધી હત્યાનું કારણ બહાર આવ્યું નથી.
તપાસ દરમિયાન સામે આવ્યું કે આરોપીએ મહિલાનું ગળું કાપીને હત્યા કરી હતી અને તે દરમિયાન આરોપીના હાથમાં પણ ઈજા પહોંચી હતી. હત્યામાં ખૂબ જ ધારદાર હથિયારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આરોપી વિરુદ્ધ આઈપીસી કલમ 302 હેઠળ હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. સાથે જ આરોપી અને તેની પત્નીની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત પોલીસ તમામ પાસાઓની તપાસ માટે સોસાયટીમાં રહેતા અન્ય લોકોની પણ પૂછપરછ કરી રહી છે.
આ સમાચાર પણ વાંચો : Airlines Codes: સંકટમાંથી પસાર થઈ રહેલી ગો ફર્સ્ટ અને જેટ એરવેઝ માટે ખરાબ સમાચાર, હવે આ કોડ છીનવાઈ ગયો.. જાણો શું છે કારણ.
આ રીતે થઇ ઘટનાની જાણ
જ્યારે પીડિતાના પરિવારજનો તેને ફોન કરી રહ્યાં હતા પરંતુ તે ફોન ઉઠાવતી ન હતી. અંતે પરિવારજનોએ તેની સહેલીને ફોન કર્યો અને ફ્લેટમાં જઇને જોવા માટે કહ્યું હતું. તે બાદ આ ઘટનાનો ખુલાસો થયો હતો. કહેવામાં આવે છે કે યુવતીનું ગળુ કાપીને હત્યા કરવામાં આવી છે. મૃતક યુવતીની સહેલીએ પણ ઘણી વાર સુધી ફ્લેટનો દરવાજો ખખડાવ્યો હતો પરંતુ કોઇએ અંદરથી દરવાજો ખોલ્યો ન હતો. જે બાદ તેણે આ અંગે પવઇ પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ ડુપ્લીકેટ ચાવીની મદદથી ફ્લેટ ખોલવામાં આવ્યો હતો. પોલીસ અંદર ગયા પછી એર હોસ્ટેસ ગળું કાપેલી હાલતમાં મળી આવી હતી. આ પછી, તેને તાત્કાલિક રાજાવાડી હોસ્પિટલમાં લઈ જવામાં આવી, જ્યાં તેને તબીબો દ્વારા મૃત જાહેર કરવામાં આવી. જે બાદ તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કુપર હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો.