News Continuous Bureau | Mumbai
Mumbai Crime: કાંદિવલીમાં ( Kandivali ) એક હત્યા અને આત્મહત્યાની ઘટના ( suicide incident ) પ્રકાશમાં આવી છે. કાંદિવલીમાં લિવ ઇન રિલેશનમાં રહેતી તેની 29 વર્ષીય પાર્ટનરની હત્યા કર્યા બાદ, આરોપીએ પોતાનો જીવ ટૂંકાવવા આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ઘટના બન્યા બાદ પોલીસે આરોપીને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જેમાં હાલ આરોપીની હાલત નાજુક છે. કુરાર પોલીસે ( Mumbai Police ) ચાલીસ વર્ષીય આરોપી સામે હત્યાનો કેસ ( murder case ) નોંધ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, પીડીતા છેલ્લા ત્રણ મહિનાથી કાંદિવલી પૂર્વના શાંતિ નગરમાં ભાડે રહેતી હતી. તે પુણેમાં રહેતા તેના પતિથી અલગ થઈ ગઈ હતી. આરોપી પણ લિવ ઈન રિલેશનમાં ( live in relationship ) પિડીતા સાથે રહેતો હતો. જ્યારે આરોપી તેના વતન ગયો ત્યારે પિડીતાને ખબર પડી હતી કે, પુણેમાં રહેતો તેનો પતિ બીમાર છે. તેથી પિડીતા તેના પતિને મુંબઈમાં પોતાની સાથે રહેવા લઈ આવી હતી.
પિડીતાનો પતિ ઘરમાં હોવાથી આરોપી ગુસ્સે થયો હતો..
ત્રણ મહિના બાદ જ્યારે આરોપી તેના વતનથી મુંબઈમાં પરત ફર્યો હતો, ત્યારે તેણે પિડીતાના પતિને તેના ઘરમાં જોતા. તે પિડીતા પર ગુસ્સે થયો હતો અને બંને વચ્ચે ઝઘડો પણ થયો હતો. ત્યાર બાદ, ગુરુવારે, આરોપી છરી લઈને ઘરમાં આવ્યો હતો અને પિડીતા પર હુમલો કર્રી તેની હત્યા કરી હતી. હત્યા કર્યા પછી આરોપીએ આત્યહત્યાનો પ્રયાસ કર્યો હતો. ઘટના સમયે પિ઼ડીતાનો પતિ નજીકમાં જ હતો. પરંતુ બીમારીના કારણે તે પત્નીની મદદ માટે આગળ આવી શક્યો ન હતો.
આ સમાચાર પણ વાંચો : Voice-Cloning Scam: મુંબઈમાં હોલિવુડની ફિલ્મી સ્ટાઈલમાં કરાઈ હાઈટેક છેતરપિંડી.. આટલા લાખની થઈ ઠગાઈ..
ઘટના બન્યા બાદ, સ્થાનિક રહેવાસીઓને જાણ થતા સ્થાનિકોએ કુરાર પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને બંનેને હોસ્પિટલ લઈ ગઈ હતી. જેમાં પિડીતાને મૃત જાહેર કરવામાં આવી હતી, જ્યારે આરોપીની હાલત હાલ ગંભીર છે. હાલ આ મામલે આરોપી કંઈ બોલવાની સ્થિતિમાં નથી. તેથી પોલીસે કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.