News Continuous Bureau | Mumbai
મુંબઈ(Mumbai) શહેરના પવઈ વિસ્તારમાં આવેલા પવઈ લેક(Powai lake) પાસે એક ચોંકાવનારો કિસ્સો બન્યો છે. અહીં વિજય નામનો એક વ્યક્તિ શનિવારના દિવસે માછલી(Fishing) પકડવા માટે જાળ બિછાવી રહ્યો હતો તે સમયે મગરે તેનો પગ ફાડી ખાતો હતો. જોકે સમયસર લોકોની નજર પડતાં તેમજ યેનકેન પ્રકારે તેનો જીવ બચી જવા પામ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : સંજય રાઉતનો વધુ એક બફાટ- આનંદ દિધે મારા કારણે ધર્મવીર બન્યા- જાણો બીજું શું કહ્યું
ઉપસ્થિત લોકોએ તેમને તત્કાળ હોસ્પિટલમાં દાખલ કર્યો છે .જ્યાં તેની હાલત ગંભીર જણાઈ રહી છે. ઉપસ્થિત લોકો માંથી એક વ્યક્તિએ મીડિયાને જણાવ્યું હતું કે ચોમાસા(monsoon)ના સમયગાળા દરમિયાન મગર(Crocodile) કિનારા પાસે હોય છે તેમ જ અહીં તેઓ ઈંડા મૂકતા હોય છે. આવા સમયે પવઈ તળાવ પાસે જવું એ ખતરાથી ખાલી નથી. રાજ્ય સરકારે(state govt) કોઈ તળાવ પાસે ગેરકાયદેસર નિર્માણ કાર્ય કર્યું છે જેને કારણે જળ સૃષ્ટિને નુકસાન પહોંચ્યું છે.