Mumbai Cyber Fraud: મુંબઈમાં ગેસ બિલના નામે ₹40 લાખની છેતરપિંડી: ઘાટકોપરના શખ્સ સાથે મોટું સાયબર ફ્રોડ, એક લિંક ક્લિક કરવી પડી મોંઘી

Mumbai Cyber Fraud: ‘ગેસ કનેક્શન કપાઈ જશે’ તેવી ધમકી આપી ઠગોએ બેંક ખાતું કર્યું સાફ; MGL ના અધિકારી બની વ્હોટ્સએપ કોલ કર્યો અને મોબાઈલનો એક્સેસ મેળવી આચરી લૂંટ.

by Janvi Soni
Mumbai Cyber Fraud: Ghatkopar resident loses Rupeees 40.86 lakh over fake gas bill warning; police launch investigation.

News Continuous Bureau | Mumbai

Mumbai Cyber Fraud: મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં સાયબર ગુનેગારોએ એક વ્યક્તિને પોતાની જાળમાં ફસાવીને તેના બેંક ખાતામાંથી ₹૪૦.૮૬ લાખની માતબર રકમ સેરવી લીધી છે. મહાનગર ગેસ લિમિટેડ (MGL) ના નામે કરવામાં આવેલી આ છેતરપિંડીમાં ઠગોએ પીડિતને ગેસ કનેક્શન કાપી નાખવાની ધમકી આપી હતી. આ ઘટનાએ ડિજિટલ યુગમાં વધી રહેલા સાયબર જોખમો સામે લાલ બત્તી ધરી છે.સાયબર પોલીસે આપેલી માહિતી મુજબ, આ ફ્રોડની શરૂઆત એક સાધારણ ટેક્સ્ટ મેસેજથી થઈ હતી. પીડિતને મેસેજ મળ્યો હતો કે તેમનું ગેસ બિલ બાકી છે અને જો પેમેન્ટ નહીં થાય તો કનેક્શન તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવશે. ગભરાયેલા પીડિતે મેસેજમાં આપેલા સંપર્ક પર વાત કરતા ઠગોએ તેની સાથે રમત શરૂ કરી હતી.

વીડિયો કોલ અને ફેક એપ દ્વારા મોબાઈલનો કંટ્રોલ મેળવ્યો

ઠગ ટોળકીએ પોતાનો વિશ્વાસ જમાવવા માટે પીડિતને વ્હોટ્સએપ વીડિયો કોલ કર્યો હતો. ત્યારબાદ પીડિતને એક ફાઈલ (APK ફાઈલ) મોકલીને તેને મોબાઈલમાં ઈન્સ્ટોલ કરવા માટે દબાણ કર્યું હતું. જેવી આ ફાઈલ ડાઉનલોડ થઈ, કે તરત જ ઠગોએ પીડિતના મોબાઈલનો રિમોટ એક્સેસ મેળવી લીધો હતો. આ દરમિયાન વાતોમાં ભળાવીને ઠગોએ પીડિત પાસેથી તેના ૪ ડેબિટ કાર્ડની ગુપ્ત વિગતો પણ જાણી લીધી હતી.

આ સમાચાર પણ વાંચો : Mira Bhayandar Bar Raid:મીરા-ભાઈંદરમાં બાર પર પોલીસનો દરોડો: ગુપ્ત ભોંયરા જેવી કેવિટીમાંથી 9 યુવતીઓ મળી આવી, માલિક સહિત 13 જેલભેગા

 ₹40,86,051 ના ટ્રાન્ઝેક્શન બાદ ભાંડો ફૂટ્યો

પીડિતની બેંક વિગતો અને મોબાઈલ એક્સેસનો ઉપયોગ કરીને સાયબર ગુનેગારોએ અલગ-અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ ₹૪૦,૮૬,૦૫૧ ટ્રાન્સફર કરી લીધા હતા. નવાઈની વાત એ છે કે બે દિવસ સુધી પીડિતને આ અંગેની ગંભીરતા સમજાઈ નહોતી. જ્યારે તેણે તેના મોટા ભાઈ સાથે આ અંગે વાત કરી, ત્યારે તેને પોતે છેતરપિંડીનો શિકાર બન્યો હોવાનું માલૂમ પડ્યું હતું.

સાયબર પોલીસની કાર્યવાહી અને અપીલ

પીડિતે તુરંત નેશનલ સાયબર ક્રાઈમ હેલ્પલાઈન ૧૯૩૦ પર કોલ કરી જાણ કરી હતી અને ઈસ્ટ રીજન સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. હાલમાં પોલીસ ઠગોના લોકેશન અને જે ખાતાઓમાં પૈસા ટ્રાન્સફર થયા છે તેની તપાસ કરી રહી છે. પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે કોઈ પણ અજાણી લિંક પર ક્લિક ન કરવું અને બેંક વિગતો કોઈની પણ સાથે શેર ન કરવી.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More