News Continuous Bureau | Mumbai
Mumbai cyber crime પોલીસના જણાવ્યા અનુસાર, ઓગસ્ટ ૨૦ થી સપ્ટેમ્બર ૪, ૨૦૨૫ દરમિયાન ફરિયાદીનો બે મહિલાઓએ વોટ્સએપ દ્વારા સંપર્ક કર્યો હતો. આ બંને એ ફરિયાદીને શેરબજારના એક બનાવટી વોટ્સએપ ગ્રુપમાં સામેલ કરીને વિશ્વાસ કેળવ્યો હતો અને તેને એક બનાવટી શેર ટ્રેડિંગ એપ દ્વારા રોકાણ કરવા માટે પ્રેરિત કર્યો હતો.
આ ટોળકીએ ખોટા નફાના રિપોર્ટ બતાવીને અને ઊંચા વળતરની લાલચ આપીને ફરિયાદી પાસેથી અલગ-અલગ બેન્ક ખાતાઓ દ્વારા કુલ ₹ ૪,૧૨,૩૫,૧૦૬ ની છેતરપિંડી કરી હતી. આ ફરિયાદના આધારે સાઉથ સાયબર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમો ૩૧૮(૨), ૩૧૯(૨), અને ૬૧(૨) તથા માહિતી ટેકનોલોજી અધિનિયમ (IT Act) ની કલમો ૬૬(સી) અને ૬૬(ડી) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
પોલીસે અગાઉ, ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ, થાણેના મુમ્બ્રામાં રહેતા એક યુવક ની ધરપકડ કરી હતી. તેના બેન્ક ખાતામાં છેતરપિંડીના ₹ ૩૧ લાખ જમા થયા હતા. તે અત્યારે ન્યાયિક કસ્ટડીમાં છે.
આ સમાચાર પણ વાંચો : Sonam Wangchuk: સોનમ વાંગચુકને જેલમાં મળી પત્ની ગીતાંજલિ, જણાવી આગળ ની યોજના
વધુ તપાસમાં પોલીસને જાણવા મળ્યું કે ફરિયાદીના ખાતામાંથી ₹ ૧.૫ કરોડની મોટી રકમ કોલકાતા સ્થિત એક કંપનીના બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. આ કંપનીના બે ડિરેક્ટર્સ છે. તેમાનો એક ડિરેક્ટર મુંબઈમાં હોવાની ગુપ્ત માહિતીના આધારે, સાયબર પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને તે આરોપી ની ધરપકડ કરી હતી.
પોલીસની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આરોપી ની કંપનીનું બેન્ક ખાતું દેશભરની ૭૪ જેટલી ફરિયાદો સાથે જોડાયેલું છે.જેમાં મુંબઈ ના અન્ય ત્રણ કેસ નો પણ સમાવેશ થાય છે