News Continuous Bureau | Mumbai
Mumbai Darshan bus: પર્યટકો ( Tourists ) માટે આકર્ષણ અને મુંબઈ દર્શન ( Mumbai Darshan ) કરાવતી બેસ્ટના ( BEST ) કાફલાની બિન-વાતાનુકૂલિત ઓપન બસ ( open Bus ) , ગુરુવારે (5 ઑક્ટોબર) અંતિમ વખત દોડશે. ટૂંક સમયમાં 10 નવી એર કન્ડિશન્ડ ઓપન ડેક બસો ( Air conditioned open deck buses ) ખરીદવામાં આવશે. મુંબઈ બેસ્ટે ( Mumbai BEST ) માહિતી આપી છે કે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.
26 જાન્યુઆરી 1997 શરૂ
જે બસ છેલ્લા 25 વર્ષથી સેવામાં છે તેને સેવામાંથી બહાર કરી દેવામાં આવશે. બેસ્ટ ઉપક્રમે MTDCની મદદથી 26 જાન્યુઆરી 1997ના રોજ બિન-વાતાનુકૂલિત ઓપન ડેક બસ શરૂ કરી. તેમાં અપર ડેક અને લોઅર ડેક ( Lower deck ) પ્રકારો છે. અગાઉ આ બસો પશ્ચિમી ઉપનગરોમાં ( Western suburbs ) પ્રવાસન સ્થળોની મુલાકાતે આવતી હતી. તે પછી, આ બસની પ્રવાસન સેવા દક્ષિણ મુંબઈમાં 3 નવેમ્બર, 2021થી શરૂ કરવામાં આવી હતી. ગરમીમાં વધારો થતાં સવારના અને બપોરના સમયે સેવાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ સાંજે 6.30 થી 8.30 સુધી બસની ટ્રીપ શરૂ થઈ હતી.
20 હજાર પ્રવાસીઓ માણી રહ્યા હતા આનંદ
દર મહિને આશરે 20 હજાર પ્રવાસીઓ તેનો આનંદ માણી રહ્યા હતા. હાલમાં બેસ્ટ ઉપક્રમના કાફલામાં ત્રણ ઓપન ડેક બસો છે. પ્રથમ બસ 16 સપ્ટેમ્બર, બીજી 25 સપ્ટેમ્બર અને છેલ્લી 5 ઓક્ટોબરના રોજ સેવામાંથી બહાર થશે. બસનું આયુષ્ય આશરે 15 વર્ષ છે. જેથી આ બસને મોટર વાહનના નિયમ મુજબ બહાર કરવામાં આવનાર છે.
આ સમાચાર પણ વાંચો : Ujawlla yojana : LPG પર મોદી સરકારની મોટી ભેટ, આ લોકોને માત્ર 603 રૂપિયામાં મળશે ગેસ સિલિન્ડર..
10 બસો ખરીદવામાં આવશે
છેલ્લી બસને તબક્કાવાર સેવામાંથી બહાર કરવામાં આવશે. જોકે પ્રવાસીઓના ઉત્તમ પ્રતિસાદના લીધે નવી ડબલડેકર ઓપન ડેક બસ ખરીદી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તે માટેની ટેન્ડર પ્રક્રિયા પણ ચાલી રહી છે. આવી 10 બસો ખરીદવામાં આવશે અને ઉપરની ડેક ખુલ્લી રહેશે અને નીચેની ડેક એરકન્ડિશન્ડ હશે. આ ખરીદી પ્રક્રિયા પૂરી થાય ત્યાં સુધી મુંબઈ દર્શનની સેવા બંધ ન થાય એ માટે એસી ડબલડેકર ઈલેકટ્રીક બસ મુંબઈ દર્શન કરાવવા માટે ચલાવવામાં આવશે..