News Continuous Bureau | Mumbai
એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી તરીકે ઓળખાતી મુંબઈ(Mumbai)ની ધારાવી(Dharavi) માં ભર બપોરે રસ્તા પર એક બસમાં અચાનક આગ (Bus Fire) ફાટી નીકળી હતી. રોડની સાઈડમાં પાર્ક કરેલી બસમાં અચાનક આગ લાગતા લોકોમાં દોડધામ મચી ગઈ છે. અને ટ્રાફિક જામ (Traffic jam) સર્જાયો હતો. હાલ સ્થળ પર હાજર મુંબઈ પોલીસ હાજર છે.
#મુંબઈના #ધારાવી વિસ્તારમાં રસ્તા પર ઉભી #બસ અચાનક ભડ ભડ સળગી ઉઠી, દૂર સુધી જોવા મળ્યા ધુમાડાના ગોટેગોટા.. જુઓ વિડિયો#dharavi #busfire #firebreaksout #fireincident #newscontinuous pic.twitter.com/Acib87n0rl
— news continuous (@NewsContinuous) October 31, 2022
દરમિયાન એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં આગના કારણે ધુમાડાના ગોટેગોટા આકાશમાં જોવા મળી રહ્યા છે. જોકે આગ લાગવાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. સદનસીબે કારમાં કોઈ ન હતું તેથી કોઈ જાનહાનિના સમાચાર નથી.
આ સમાચાર પણ વાંચો : દુઃખદ – મોરબી કરુણાંતિકામાં આ ભાજપ સાંસદના એક બે નહીં પણ પરિવારના 12 સભ્યોના નિપજ્યા મોત