ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 04 ઓગસ્ટ, 2021
બુધવાર
ઠાકરે સરકાર અને બિએમસી કોરોનાને રોકવા માટે કોરોના પરીક્ષણ અને રસીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા હોવાથી કોરોના દર્દીઓની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો છે.
એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી અને મુંબઈની સૌથી ગીચ વસ્તી ધરાવતી ધારાવીએ કોરોનાની બીજી લહેર પર નિયંત્રણ મેળવ્યું છે અને આજે સાતમી વખત ધારાવીમાં કોઈ દર્દી મળ્યો નથી.
અહીં અત્યાર સુધીમાં 6,586 લોકો સ્વસ્થ થઈને પરત ઘરે ફર્યા છે.
જો કે, છેલ્લા બે અઠવાડિયામાં સક્રિય દર્દીઓની સંખ્યા 21 થી વધીને 38 થઈ ગઈ છે.
અગાઉ ધારાવીમાં 14 અને 15 જૂનના રોજ સળંગ બે વાર કોઈ દર્દી મળ્યો ન હતો, જ્યારે 23 જૂન, 4 જુલાઈ, 7 જુલાઈ અને 17 જુલાઈએ કોઈ દર્દી મળ્યો ન હતો.
ભારતને 12મા રાઉન્ડની મંત્રણા ફળી, ડ્રેગને પહેલી વાર લીધો મહત્વનો નિર્ણય, કરશે આ મોટું કામ
