News Continuous Bureau | Mumbai
Mumbai: ભૂતપૂર્વ IPS ( Former IPS ) અધિકારી મીરા બોરવણકરે ( Meera Borwankar ) તાજેતરમાં ભારત ( India ) ના મોસ્ટ વોન્ટેડ દાઉદ ઈબ્રાહિમ ( Dawood Ibrahim ) ને મારવાની નિષ્ફળ યોજના વિશે વાત કરી છે. વિકી મલ્હોત્રા અને ફરીદ તનાશાની ધરપકડ કરનારી ટીમનું નેતૃત્વ કરનાર મીરા બોરવણકરે જણાવ્યું હતું કે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ ( Mumbai Crime Branch ) ને ડોભાલની ( Ajit Doval ) આવી કોઈ યોજનાની જાણ નહોતી.
બોરવણકરે જણાવ્યું હતું કે તેઓ ધરપકડ કરાયેલા વિક્કી મલ્હોત્રા અને ફરીદ તનાશાને પકડવા માટે એક વ્યાવસાયિક ઓપરેશન ચલાવી રહ્યા હતા, કારણ કે આ બંને આરોપીઓ મુંબઈમાં લોકોને ઘણા ખંડણીના કૉલ્સ કરતા હતા. બોરવણકરે દાવો કર્યો છે કે બે એજન્સીઓ વચ્ચે સંકલનના અભાવનો આ મામલો છે અને મુંબઈ પોલીસ દાઉદ ઈબ્રાહિમ માટે કામ કરતી હતી, એમ કહેવું ખોટું છે.
નોંધનીય છે કે દેશમાં લાંબા સમયથી એવું કહેવામાં આવી રહ્યું છે કે વાજપેયી જ્યારે વડાપ્રધાન હતા ત્યારે મુંબઈ પોલીસ ( Mumbai Police ) વિભાગના ભ્રષ્ટ અધિકારીઓ દાઉદ ઈબ્રાહિમને પકડવા માટેના ગુપ્ત ઓપરેશનમાં નિષ્ફળ રહ્યા હતા. આ બાબત 2015માં પ્રકાશમાં આવ્યો હતો. વર્ષ 2015માં એક ઇન્ટરવ્યૂ દરમિયાન પૂર્વ ગૃહ સચિવ આર.કે. સિંહે જણાવ્યું હતું કે મુંબઇ પોલીસના કેટલાક અધિકારીઓના કારણે દાઉદ બચી ગયો હતો. આ ઓપરેશનમાં અજીત ડોભાલ પણ સામેલ હતા.
શું હતી બરાબર આ યોજના…
વર્ષ 2005માં દાઉદ ઇબ્રાહિમ દુબઇમાં પોતાની દીકરી માહરુખના લગ્ન પાકિસ્તાની ક્રિકેટર જાવેદ મિયાદાદ સાથે કરવાનો હતો. ઇન્ટેલિજેન્સ એજન્સીઓને જ્યારે તેની જાણકારી મળી તો દુબઇમાં જ તેને ખતમ કરવાનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો. એજન્સીઓએ છોટા રાજન ગેંગના કેટલાક શૂટર્સને આ ઓપરેશનાં સામેલ કર્યા હતા. રાજને બે શાર્પશૂટર્સને આ કામ માટે મોકલ્યા હતા. તેમનું નામ વિક્કી મલ્હોત્રા અને ફરીદ તનાશા હતું. એ સમયે મીરા બોરવંકરની મુંબઇ પોલીસની ટીમે એ બંનેને લઇને ધરપકડ કરવાનો પ્લાન તૈયાર કર્યો હતો. રાજ્યની ગેંગની ઉપસ્થિતિની જાણકારી મેળવ્યા બાદ નાયબ કમિશનર ધનંજય કમલાકરના નેતૃત્વમાં એક ટીમ દિલ્હી માટે રવાના થઇ.
આ સમાચાર પણ વાંચો : Post Office Time Deposit Scheme: બમ્પર કમાણીનો મોકો! રોકાણકારોની પહેલી પસંદ છે પોસ્ટ ઓફિસની આ યોજના; મળી રહ્યું છે દમદાર વ્યાજ.. જાણો શું છે આ યોજના.. વાંચો વિગતે અહીં..
ડોભાલની યોજનાથી અજાણ મુંબઈ પોલીસે અન્ય એક કેસમાં આ શૂટર્સની ધરપકડ કરવાની યોજના બનાવી હતી. વિકી મલ્હોત્રા અને ફરીદ તનાશાની ધરપકડ કરવા માટેનું ઓપરેશન તે સમયે મીરા બોરવણકરના નેતૃત્વમાં હતું.
આવી સ્થિતિમાં મુંબઈ પોલીસ પર આરોપ લાગ્યો હતો કે તેમના વિભાગના કેટલાક લોકો દાઉદના સંપર્કમાં હતા. તે સમયે મુંબઈના ટોચના ઉદ્યોગપતિઓને અંડરવર્લ્ડમાંથી ખંડણીના કોલ આવતા હતા. મુંબઇ પોલીસ કૉલ્સને ઈન્ટરસેપ્ટ કર્યો અને વિકી મલ્હોત્રાને શોધી કાઢ્યો. તે ફોન પર કોઈની સાથે વાત કરી રહ્યો હતો, તેને સર કહી રહ્યો હતો. સરનો અવાજ એકદમ અલગ હતો.
મુંબઇ પોલીસને સર કોણ છે તે ખબર નહોતી પડી. એમ માનવામાં આવે છે કે એ ‘સર’ એટલે દાઉદ જ હતો. વિકી મલ્હોત્રા અને ફરીદ તનાશાની ધરપકડ કરવા મુંબઇ પોલીસ ટીમ પહેલા કોલકાતા અને બાદમાં દિલ્હી ગઈ હતી અને તેની ધરપકડ કરી હતી, જેને કારણે ડોભાલનું ઓપરેશન અટકી ગયું હતું. મુંબઇ પોલીસને ખબર જ નહોતી કે અજીત ડોભાલ આ કેસ પર કામ કરી રહ્યા હતા. આ માત્ર સંકલનનો અભાવ હતો, પણ મુંબઈ પોલીસ પર દાઉદ સાથેની મિલીભગતનો આરોપ લાગી ગયો હતો.
મીરા બોરવણકરે તેમના પુસ્તક ‘મેડમ કમિશનર’માં આ વાત લખી છે, જેમાં ડોભાલ સાથે જોડાયેલા પ્રકરણને ‘એક્સટોર્શન કોલ અને અઢી ધરપકડ’ નામ આપવામાં આવ્યું છે.