ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 16 ફેબ્રુઆરી 2022
બુધવાર
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ ભાગેડુ ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમ અને તેના નજીકના સંબધીઓ સામે મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો છે.
અહેવાલો મુજબ ED 1993ના મુંબઇ બોમ્બ વિસ્ફોટના કેસમાં દોષી ઠેરવવામાં આવેલા દાઉદના જેલમાં બંધ એક સાથી સાથે વરિષ્ઠ રાજકારણીના પ્રોપર્ટી ડીલની તપાસ પણ કરશે
EDએ દાઉદના મુખ્ય સહયોગી છોટા શકીલના સાળા સલીમ કુરેશી ઉર્ફે સલીમની 9 કલાક પૂછપરછ કર્યા બાદ અટકાયત કરી છે.
માનવામાં આવી રહ્યુ છે કે દાઉદ પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISIના નિયંત્રણ હેઠળ છે.
ઉલ્લેખનીય છે કે, મંગળવારે EDએ નાગપાડા ખાતે તેની સ્વર્ગસ્થ બહેન હસીના પારકરના ઘર સહિત મુંબઈમાં નવ અને થાણેમાં એક જગ્યાએ દરોડા પાડ્યા હતા.
વધુ એક સિતારો ખરી પડ્યો, લતા દીદી પછી આ સુપરહિટ સિંગરનું થયું નિધન; આખું સંગીત જગત સ્તબ્ધ
