Site icon

 મુંબઈમાં પેટ્રોલ ડીઝલ બાદ હવે વીજ દરમાં પણ 50 રૂપિયાનો થશે વધારો..  

આગામી દિવસોમાં મુંબઈગરાઓને વધુ એક ઝટકો લાગશે. તેનું મુખ્ય કારણ એ છે કે મુંબઈના રહેવાસીઓને હવે વીજળીના બિલમાં વધારો. મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ, અદાણી અને ટાટા જૂથોએ વીજ દર વધારવા માટે રાજ્ય વીજળી નિયમન પંચને અરજી કરી છે.

Mumbai : electricity bill charges may increase from april

 મુંબઈમાં પેટ્રોલ ડીઝલ બાદ હવે વીજ દરમાં પણ 50 રૂપિયાનો થશે વધારો..  

News Continuous Bureau | Mumbai

એક તરફ મોંઘવારીના કારણે આમ જનતા ત્રાહિમામ પોકારી ગઈ છે, ત્યારે આગામી દિવસોમાં મુંબઈગરાઓને વધુ એક ઝટકો લાગશે. તેનું મુખ્ય કારણ એ છે કે મુંબઈના રહેવાસીઓને હવે વીજળીના બિલમાં વધારો. મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ, અદાણી અને ટાટા જૂથોએ વીજ દર વધારવા માટે રાજ્ય વીજળી નિયમન પંચને અરજી કરી છે. તેથી, વીજળી બિલમાં હવે 50 રૂપિયાનો થોડો વધારો થશે. નોંધનીય છે કે વર્તમાન સરેરાશ વીજ પુરવઠો દર યુનિટ દીઠ રૂ. 7.27 છે.

Join Our WhatsApp Community

 વીજળીના દરો વધશે, ગૃહિણીઓનું બજેટ ખોરવાશે

વીજ બિલમાં આશરે રૂ. 50નો વધારો થશે. બે વર્ષ 2023-24 અને 2024-25 માટે વીજળીના દરમાં 1 ટકાનો પ્રસ્તાવિત વધારો સૂચવવામાં આવ્યો છે.  અદાણી અને ટાટા જૂથ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી આવતા મહિને થશે. ત્યાર બાદ આ ભાવ વધારો માર્ચ મહિનાથી લાગુ કરવામાં આવશે અને એપ્રિલ મહિનાથી ગ્રાહકોને નવા દરે વીજ બિલ મળશે.

અત્રે ઉલ્લેખનીય છે કોલસાના ભાવ વધવાથી વીજળીના દરમાં વધારો થવાની શક્યતા છે. દૂધ, ઈંડા અને ટૂંક સમયમાં વીજળીના બિલમાં પણ વધારો થવાના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ જશે.

 આ સમાચાર પણ વાંચો: મુંબઈ વાસીઓ નવી મેટ્રોના પ્રેમમાં પડ્યા : સતત બીજા દિવસે એક લાખથી વધુ પ્રવાસી. જાણો વિગત

Kurla Minor Murder Case Mumbai: મુંબઈમાં લોહિયાળ ખેલ: કુર્લામાં રિક્ષાની સીટના વિવાદમાં સગીરે યુવકની ગળું કાપીને કરી હત્યા
Worli Email Tampering Fraud: વરલીમાં ઈમેલ ટેમ્પરિંગ દ્વારા કંપની સાથે ₹૨૧ લાખની છેતરપિંડી: સાયબર માફિયાઓએ બેંકની વિગતો બદલી ખેલ પાડ્યો
Mumbai ACB Trap Khar Police: મુંબઈમાં ACBનો સપાટો: ખાર પોલીસ સ્ટેશનના API ₹૧.૫૦ લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
Dahisar Bus Fire Near Petrol Pump: દહિસરમાં પેટ્રોલ પંપ પાસે લક્ઝરી બસમાં ભીષણ આગ: મોટી હોનારત ટળી, એસ.વી. રોડ પર અફરાતફરી
Exit mobile version