News Continuous Bureau | Mumbai
Mumbai Fire: મુંબઈના કરી રોડ સ્થિત 60 માળના અવિઘ્ના પાર્કમાં આગ લાગવાની ઘટના છેલ્લા એક વર્ષમાં બીજી વખત સામે આવી છે. વન અવિઘ્ના બિલ્ડિંગના 35માં માળે ભીષણ આગ ફાટી નીકળી છે. આગને પગલે વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. ફાયરની 8 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ફાયર બ્રિગેડ દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયાસો ચાલુ છે.
જોકે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. સાથે જ આ ઘટનાને લગતા નુકસાનનો હજુ અંદાજ લગાવી શકાયો નથી કારણ કે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. ગત વર્ષે પણ બેદરકારીના કારણે આ બિલ્ડીંગમાં આગ લાગી હતી, જેમાં મોટું નુકસાન થયું હતું. ગત વર્ષે પણ આ જ બિલ્ડીંગમાં ભયાનક આગ લાગી હતી. તો ફરી આગ લાગવાથી વર્ષ દરમિયાન કોઈ પગલાં, તકેદારી લેવાઈ ન હતી? તેવો સવાલ ઉઠી રહ્યો છે.
#Mumbai #Fire: #મુંબઈના #કરીરોડ પર આવેલા #અવિઘ્નાપાર્ક #બિલ્ડિંગમાં ફરી એક વખત ફાટી નીકળી #આગ, ફાયરની 8 ગાડીઓ ઘટનાસ્થળે.. જુઓ વિડિયો.. #Mumba #fireincident #firebreakout #fire #curryroad #highrisebuilding #newscontinuous pic.twitter.com/dKHQIc98xe
— news continuous (@NewsContinuous) December 15, 2022
આ સમાચાર પણ વાંચો: ‘રામ રાખે એને કોણ ચાખે’.. મુંબઈના પવઈમાં એક બસે રાહદારીને મારી ટક્કર, પછી થયો એવો ચમત્કાર કે…, જુઓ વિડિયો