ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
27 નવેમ્બર 2020
દેશની સૌથી જૂની ફાયર બ્રિગેડની શરમજનક સ્થિતિમાં મુકાય છે. મુંબઇ ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસર (સીએફઓ) નો વધારાનો હવાલો સંભાળતા અધિકારી ને તેમના પદ પરથી હટાવાયા છે, તેમના પર આરોપ છે કે તેઓએ રાષ્ટ્રપતિ એવોર્ડ માટે કેદ્ર અને રાજ્ય સરકારને ખોટી માહિતી આપી છે.
જેમના નામની રાષ્ટ્રપતિ એવોર્ડ માટેની ભલામણ કરવામાં આવી હતી તે, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર પર સર્વિસ ના 14 વર્ષના ગાળા દરમ્યાન, તેમને બે વાર ભ્રષ્ટાચારના આરોપ હેઠળ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. “એવોર્ડ એવા વ્યક્તિઓને આપવામાં આવે છે કે જેમની પાસે 10 વર્ષથી સાફ એસીઆર હોય. જયારે ખોટી માહિતી આપનાર ને છ વર્ષ પહેલા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.” સૂત્રોએ જણાવ્યું હતું કે, નામની ચકાસણી દરમિયાન આ મામલો પ્રકાશમાં આવ્યો હતો.
ખોટી માહિતી આપ્યાની જાણ થતાં જ આરોપી અધિકારીનો વધારાનો ચાર્જ છીનવી લેવામાં આવ્યો છે. તેમની જગ્યાએ હવે બીજા ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર કે.વી. હિવરાલેને સી.એફ.ઓ.નો વધારાનો હવાલો સોંપાયો છે.
નોંધનીય છે કે દર વર્ષે, મુંબઈ ફાયર બ્રિગેડ રાષ્ટ્રપતિના મેરીટિરિયસ સર્વિસ એવોર્ડ માટે અધિકારીઓ અને અગ્નિશામકોના નામ મોકલે છે. આ વર્ષે, આરોપી એ પોતાનું નામ અને અન્ય એક ફાયરમેનનું નામ મોકલ્યું હતું. આ મેડલ ફાયર સર્વિસ, હોમગાર્ડઝ અને સિવિલ ડિફેન્સના જવાનોને પ્રજાસત્તાક દિને આપવામાં આવે છે.
