News Continuous Bureau | Mumbai
Mumbai Fire : દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ઈમારતોમાં આગ લાગવાના કિસ્સા અટકવાના નામ નથી લઈ રહ્યા. મુંબઈમાં આજે ફરી એકવાર આગ લાગવાના સમાચાર છે. હાલ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ છે. રાહતની વાત એ છે કે હાલ કોઈ જાનહાનિ થઈ હોવાના અહેવાલ નથી.
પ્રાપ્ત જાણકારી મુજબ ગોરેગાંવની હાઇરાઇઝ બિલ્ડીંગમાં આગ ફાટી નીકળી છે. ફાયર વિભાગને આગની માહિતી મળ્યા બાદ ફાયરની 8 ગાડીઓ ઘટનાસ્થળે હાજર છે. હાલ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ છે. રાહતની વાત એ છે કે હાલ કોઈ જાનહાનિ થઈ હોવાના અહેવાલ નથી.
આ સમાચાર પણ વાંચો : Krida Mahakumbh : મુંબઇમાં ૨૬મી થી યોજાનારા સ્વદેશી ખેલોનાં મહાકુંભ માટે આટલા લાખથી વધારે ખેલાડીઓએ કરાવી નોંધણી.
ગોરેગાંવમાં લાગી આગ..
જુઓ વિડિઓ..#Goregaon #Fire #BreakingNews pic.twitter.com/FAOAoYvcyJ— news continuous (@NewsContinuous) January 24, 2024
ગોરેગાંવમાં બિલ્ડિંગમાં આગ
દરમિયાન મુંબઈના ગોરેગાંવ બિલ્ડીંગમાં લાગેલી આગનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. ગોરેગાંવ બિલ્ડીંગમાં આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. વિગતોની રાહ જોવાઈ રહી છે.