News Continuous Bureau | Mumbai
Mumbai Fire: ઉત્તર મુંબઈના કાંદિવલી વિસ્તારમાં આજે સવારે આગ લાગવાની ઘટના સામે આવી છે. 23 માળની રહેણાંક બિલ્ડીંગમાં આગ ભભૂકી ઉઠી છે. આ આગ બિલ્ડિંગના 13મા માળે લાગી હતી. રાહતની વાત એ છે કે હજી સુધી આગની આ ઘટનામાં કોઈને ઈજા થવાના સમાચાર નથી. આગની માહિતી મળતા જ ફાયર બ્રિગેડના અધિકારીઓ અને કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. આ સાથે ફાયર બ્રિગેડની ગાડીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
અગાઉ ડોમ્બિવલીમાં એક બિલ્ડિંગમાં આગ લાગી હતી
હાલ ફાયર બ્રિગેડ સ્ટાફ દ્વારા બિલ્ડિંગમાં લાગેલી આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને પરિસ્થિતિ કાબૂમાં છે. અગાઉ ડોમ્બિવલીમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. ડોમ્બિવલીમાં એક બહુમાળી રહેણાંક ઇમારતમાં આગ લાગી હતી. આ આગના કારણે બિલ્ડિંગની પાંચથી છ માળની ગેલેરી બળીને રાખ થઈ ગઈ હતી.
આ સમાચાર પણ વાંચો : Mumbai Fire : મુંબઈના કાલાચોકી વિસ્તારમાં ફાટી નીકળી ભીષણ આગ, ફાયર બ્રિગેડે શરૂ… જુઓ વિડીયો
શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી
જોકે, લોકો બિલ્ડીંગમાં ત્રીજા માળ સુધી જ રહેતા હતા, જે સૌથી મોટી રાહતની બાબત હતી. બિલ્ડીંગમાં આગ લાગ્યા બાદ તરત જ અહીં રહેતા લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર બિલ્ડીંગમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે થોડી જ વારમાં ઉપરના માળ સુધી ફેલાઈ ગઈ હતી.