હવામાન ખાતાએ એવી માહિતી આપી હતી કે છેલ્લા ત્રણેક દિવસ દરમિયાન પવનોની દિશામાં ફેરફાર થતો રહ્યો હોવાથી તાપમાન પણ ઉપરતળે થઇ રહ્યું છે.
આવતા ચાર દિવસ (૧૦, ૧૧, ૧૨, ૧૩- ફેબુ્ર) દરમિયાન મહારાષ્ટ્રમાં હવામાન સૂકું રહેશે. આવતા ૪-૫ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં ૨-૪ ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે.
આવતા ૩-૪ દિવસ દરમિયાન કોંકણ (મુંબઇ, થાણે, રાયગઢ, રત્નાગિરિ, સિંધુદુર્ગ)માં મહત્તમ તાપમાન સરેરાશ તાપમાન કરતા ૩-૪ ડિગ્રીનો વધારો થાય તેવી સંભાવના છે.
