ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૪ મે 2021
મંગળવાર
મુંબઈ મહાનગરપાલિકા હવે વેક્સિનેશન ડ્રાઇવ લોકોના ઘર સુધી પહોંચાડવા માંગે છે. આ માટે જે તે વિસ્તારના ધારાસભ્યો અને સંસદ સભ્યો મુંબઈ મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે ચર્ચા કરી રહ્યા છે. વાત એમ છે કે મુંબઈ મહાનગરપાલિકાએ 227 વોર્ડમાં વેક્સીનેશન સેન્ટર શરૂ કરવાનું નક્કી કર્યું છે. આ ઉપરાંત મહાનગરપાલિકા વેક્સિન મળતાની સાથે જ વધુમાં વધુ લોકોનું વેક્સિનેશન કરવા માંગે છે.
આઉ!!! શક્તિ કપૂર ને લાગી રહ્યો છે મૃત્યુનો ડર. કહી આ મોટી વાત.
આ માટે લોઢા બિલ્ડર તરફથી પ્રયત્નો શરૂ થયા છે અને મુંબઈ મહાનગરપાલિકા સાથે વાતચીત ચાલુ છે. આ ઉપરાંત અમુક સોસાયટીઓ તેમજ વડલાની સોસાયટીઓ પણ મહાનગરપાલિકા સાથે વાતચીત કરી રહી છે.
હાલ મુંબઈ શહેરમાં વેક્સિનેશન ની ટંચાઇ છે પરંતુ જ્યારે મોટા પ્રમાણમાં વેક્સિન ઉપલબ્ધ હશે ત્યારે લોકોના ઘર સુધી તેને પહોંચાડવામાં આવશે.
જોકે આ બધી ચર્ચા અત્યારે પ્રાથમિક સ્તર પર છે. પરંતુ એક પછી એક પગથિયાં આગળ વધી રહી છે.