ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 13 નવેમ્બર, 2021
શનિવાર
છેલ્લા કેટલાક સમયથી મુંબઈમાં વેજિટેરિયન ફૂડનો ટ્રેન્ડ ઝડપથી વધવા લાગ્યો છે. તેમાં પણ કોરોનાકાળમાં લોકોને શાકાહારી ભોજનનું મહત્વ સમજાયું છે. તેથી વેજ ફૂડ તરફ લોકોનો રસ વધવા લાગ્યો છે. પ્રાણી સંરક્ષણ અને પ્રમોશન પર કામ કરતી સંસ્થા PETA અનુસાર, મુંબઈ શહેર દેશના શાકાહારી શહેરોમાં ટોચના સ્થાને છે. એથી PETAએ આ વર્ષના 'મોસ્ટ વેજિટેરિયન સિટી' એવોર્ડ માટે મુંબઈનું નામ જાહેર કર્યું છે.
PETA અનુસાર મુંબઈમાં લગભગ 63 ટકા લોકો શાકાહારી ખોરાક ખાવાનું પસંદ કરે છે અને નોનવેજ ફૂડ પણ ખાય છે. જ્યારે 18 ટકા લોકો માંસાહારનું સેવન બિલકુલ કરતા નથી.
હાફૂસ જેવા સ્વાદ-રંગવાળી આ દેશની કેરીનું આગમન થયું વાશીની ફળ બજારમાં; પ્રતિ કિલોના છે આટલા ભાવ
શુક્રવારે PETAએ મુંબઈના મેયર કિશોરી પેડનેકરને આ એવોર્ડ અર્પણ કર્યો હતો. PETA વતી વરિષ્ઠ સંયોજક રાધિકા સૂર્યવંશીએ મ્યુનિસિપલ હેડક્વાર્ટરની મુલાકાત લઈને આ એવોર્ડ આપ્યો હતો. આ પ્રસંગે રાણીબાગના નિયામક સંજય ત્રિપાઠી અને બાગાયત વિભાગના વડા જિતેન્દ્ર પરદેશી ઉપસ્થિત રહ્યા હતા.
રાધિકા સૂર્યવંશીએ મીડિયાને જણાવ્યું હતું કે શાકાહારની બાબતમાં મુંબઈ શહેર દિલ્હી, ગોવા, કોલકાતા, બેંગ્લોર જેવા તમામ મોટા શહેરોથી આગળ છે. મુંબઈ દેશની આર્થિક રાજધાની છે. દેશ જ નહીં વિદેશમાંથી પણ લોકો અહીં મોટી સંખ્યામાં આવે છે. અહીં ખાઉં ગલી દરેક ઔદ્યોગિક વિસ્તાર અને ઓફિસ વિસ્તારમાં પ્રચલિત છે. આશ્ચર્યની વાત એ છે કે અહીં વેચાતા સ્ટ્રીટ ફૂડમાં પણ વેજ ફૂડનું વર્ચસ્વ છે. લોકો મોટે ભાગે શેરીઓમાં હળવા ખોરાકના સ્વરૂપમાં સ્ટ્રીટ ફૂડ વધુ પસંદ કરે છે.
કોરોના રસી લેનારા સુરક્ષિત, નહીં લેનારને માથે છે આ ખતરો; જીનોમ સિક્વન્સિંગ લેબનો ખુલાસો; જાણો વિગતે