ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 સપ્ટેમ્બર, 2021
સોમવાર
મુંબઈને પાણી પુરવઠો પૂરો પાંડતાં તમામ જળાશયો છલોછલ ભરાઈ જતા મુંબઈગરાના માથે પાણી કાપનું ટેન્શન ટળી ગયું છે.
મુંબઈ શહેરને પાણી પુરવઠો પૂરો પાડતાં જળાશયોમાં 99.08 ટકા પાણીનો જથ્થો સંગ્રહ થયો છે.
મહાનગર પાલિકા દ્વારા વહેંચવામાં આવેલા ડેટા અનુસાર, સાત સરોવરોમાં કુલ ક્ષમતા 14.47 લાખ મિલિયન લિટરની સામે 14,34,129 મિલિયન લિટર પાણી જમા થઈ ગયું છે
પરિણામે મુંબઈને દરરોજ 3850 મિલિયન લિટર પાણીનું વિતરણમાં જરા પણ કાપ નહીં આવે.
આટલા પ્રમાણમાં ભરાતા આવતાં વર્ષે ચોમાસામાં ૩૧ જુલાઈ સુધી પાણી કાપનો સામનો નહીં કરવો પડે.
અપર વૈતરણા, ભાતસા અને મિડલ વૈતરણા છલોછલ ભરાયા છે. ડેમને નુકસાન ન થાય તેમજ ડેમની પરિસરના ગામને તકલીફ થાય નહિં તેથી સાવચેતીના પગલાં રૂપે ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે
ઉલ્લેખનીય છે કે મુંબઈ શહેરને મોડક સાગર, તુલસી, તાનસા, વિહાર અપર વૈતરણા, મિજલ વૈતરણા અને ભાતસા જળાશય પાણી પુરવઠો પાડે છે.