News Continuous Bureau | Mumbai
Mumbai Local Overcrowding: મુંબઈ લોકલ ટ્રેન મુંબઈની લાઈફલાઈન ગણાય છે. કારણ કે મુંબઈમાં લોકલ ટ્રેન થી દરરોજ લાખો મુસાફરો મુસાફરી કરે છે. લોકલ ટ્રેન મુંબઈ અને ઉપનગરોને જોડતી મહત્વની કડી છે. પરંતુ આજકાલ સોશિયલ મીડિયા પર લોકલ ટ્રેનોના વીડિયો સામે આવતા રહે છે. આમાંના ઘણા વિડિયો રીલ ક્રિએટર્સના હોય છે. તો કેટલાક મુસાફરી દરમિયાન ઘણી વખત સીટને લઈને થતી બોલાચાલી કે મારામારીના વીડિયો હોય છે.
Mumbai Local Overcrowding: જુઓ વિડીયો
Situation of Dombivali AC Local shot by me from Mulund. This is the condition of AC trains. Imagine the situation in Non AC. More than 50% commuters without AC ticket. People not even allowing doors to be shut properly which is worsening the delay! @Central_Railway pic.twitter.com/vMKcSNAuAu
— Mumbai Nowcast (@s_r_khandelwal) October 8, 2024
Mumbai Local Overcrowding: આ લોકો પણ ચડી જાય છે ટ્રેનમાં…
દરમિયાન મુંબઈ એસી લોકલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ટ્રેન એસી લોકલ પેલ્ટફોર્મ પર ઉભી છે. એસી કોચમાં મોટી સંખ્યામાં મુસાફરો ચડેલા દેખાય છે, તો અન્ય ઘણા લોકો ટ્રેનમાં ચડવા માટે લાઈનમાં ઉભા દેખાય છે.
આ સમાચાર પણ વાંચો: Lakhimpur Kheri BJP MLA : લખીમપુર માં ભાજપ ધારાસભ્ય સાથે મારપીટ, પોલીસ સામે જ ધારાસભ્યને મારી દીધી થપ્પડ.. જુઓ વિડીયો..
Mumbai Local Overcrowding: આ મુસાફરો કંટાળી ગયા
મુસાફરોનો આક્ષેપ છે કે ટ્રેનમાં નોન-એસી ટિકિટ પર મુસાફરી કરતા મુસાફરો ચડી જાય છે. જેના કારણે એસી લોકલમાં મુસાફરી કરતા મુસાફરો હાલાકીનો સામનો કરવો પડે છે. આમ પશ્ચિમ રેલવેમાં એસી લોકલને સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે ટિકિટ તથા પાસધારકો ખુદાબક્ષ પ્રવાસીઓની ભીડને કારણે કંટાળી ગયા છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)