News Continuous Bureau | Mumbai
Mumbai local train : પીક અવર્સ દરમિયાન સેન્ટ્રલ રેલવેનો ટ્રાફિક ખોરવાઈ ગયો છે. કલ્યાણ-કસાર દરમિયાન ટેકનિકલ ખામીને કારણે લોકલ સેવા પ્રભાવિત. લોકલ અપ અને ડાઉન રૂટ ખોરવાતા કર્મચારીઓને કામકાજ પર જતા લોકલ સેવાને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. તો કસારા, કર્જત અને કલ્યાણ રેલ્વે લાઇન પર એક્સપ્રેસ ટ્રેનો રોકી દેવામાં આવી છે. લોકલની સાથે એક્સપ્રેસ ટ્રેનને પણ લેટમાર્ક લાગ્યું છે.
Mumbai local train : મધ્ય રેલવેની લોકલ સેવાઓ ખોરવાઈ ગઈ
મધ્ય રેલવેની લોકલ સેવાઓ ખોરવાઈ ગઈ છે. કલ્યાણ-કસારા લોકલ ટ્રેન સેવા ખોરવાઈ ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર હાલમાં લોકલ 15થી 20 મિનિટ મોડી દોડી રહી છે. લોકલને વીજ પુરવઠો ન મળવાને કારણે અપ અને ડાઉન બંને રૂટ પર લોકલ બંધ છે. પીક અવર્સ દરમિયાન લોકલ સેવાઓને અસર થાય છે. કલ્યાણ, કસારા અને કર્જત સ્ટેશનો પર મુસાફરો ની ભીડ છે.
આ સમાચાર પણ વાંચો : Mumbai Local Train : મધ્ય રેલવેની હાર્બર સેવા ખોરવાઈ, આ સ્ટેશન પર ખામી સર્જાઈ ટેકનિકલ ખામી; મોડી દોડી રહી છે ટ્રેનો
Mumbai local train : નોકરિયાતોને હાલાકી
લોકલ સેવાઓ સ્થગિત થવાના કારણે કામ પર જતા નોકરિયાતોને હાલાકી ભોગવવી પડી છે. દરેક રેલવે સ્ટેશન પર લોકલ ટ્રેનોને રોકી દેવામાં આવી છે. મધ્ય રેલવેના કસારા, આસનગાંવ, ટિટવાલા જેવા મહત્ત્વના સ્ટેશનો પર લોકલ ટ્રેનો એક પછી એક ઊભી રહે છે. ટેક્નિકલ ખામી દૂર થયા બાદ જ સેવા પુનઃસ્થાપિત થવાની શક્યતા છે.