Site icon

Mumbai Local Train: સ્થાનિક પ્રવાસીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર! ફટકા ગેંગ ફરી સક્રિય, ચર્ચગેટ સ્ટેશન પર તાજેતરની ઘટના

 Mumbai Local Train: લોકલ ટ્રેનના દરવાજે ઉભેલા મુસાફરોને હાથ પર જોરથી મારીને ચોરીનો સિલસિલો ફરી શરૂ થયો છે.

Mumbai Local Train: Important news for domestic tourists! Fatka gangs active again, latest incident at Churchgate station

Mumbai Local Train: Important news for domestic tourists! Fatka gangs active again, latest incident at Churchgate station

News Continuous Bureau | Mumbai

 Mumbai Local Train: લોકલ (Local Train) ના દરવાજે ઊભેલા મુસાફરોના હાથ પર જોરીથી મારીને ચોરીનો સિલસિલો ફરી શરૂ થયો છે. આ પદ્ધતિનો ઉપયોગ કરીને લેપટોપ બેગની ચોરીનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.

Join Our WhatsApp Community

મામલો શું છે?

રવિકાંત પાલે ચર્ચગેટ સ્ટેશન (Churchgate Station) થી રાત્રે બોરીવલી લોકલ (Borivali Local) પકડી. લોકલમાં ભારે ભીડ હોવાથી તેમને કોચમાં પ્રવેશવાની તક મળી ન હતી. જેના કારણે તેઓ દરવાજા પર ઉભા રહીને મુસાફરી કરી રહ્યા હતા. તેઓ પ્રભાદેવી અને દાદર વચ્ચે મુસાફરી કરી રહ્યા હતા ત્યારે તેમની બેગ ચોરાઈ ગઈ હતી. હાથ પર જોરથી થપ્પડના હુમલાથી રવિકાંતને સામાન્ય ઈજા થઈ હતી. બીજા દિવસે, પાલ મુંબઈ સેન્ટ્રલ રેલ્વે પોલીસ સ્ટેશ (Mumbai Central Railway Police Station) ને પહોંચ્યો અને ઘટના પોલિસ સામે વર્ણવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે.

આ સમાચાર પણ વાંચો: Omg 2 :  ‘રખ વિશ્વાસ તુ હૈ શિવ કા દાસ’ OMG 2 નું ધમાકેદાર ટીઝર થયું રિલીઝ, ભોલેનાથના લૂકમાં છવાઈ ગયો અક્ષય કુમાર

દરવાજા પર ઉભેલા મુસાફરો પર લાકડાના ટુકડાઓ, લોખંડ કે લાકડાના સળિયા વડે હુમલો કરીને મુસાફરોથી કિંમતી સામાનની ચોરી કરતા ગેંગથી મુસાફરોમાં આતંક મચી ગયો હતો. જોકે, રેલવે સ્ટેશનો વચ્ચે પેટ્રોલિંગ ટીમોની નિમણૂક, સંવેદનશીલ સ્થળોએ જનજાગૃતિ અને આરોપીઓ સામે કાર્યવાહીના કારણે આવી ઘટનાઓ અટકી હતી. લોકલ સ્પીડમાં હોવાથી, અચાનક હુમલાથી મુસાફરોના જીવ ગુમાવવાની સંભાવના વધારે છે. ઘટનાઓ માત્ર પશ્ચિમ રેલ્વે પર જ નહીં પરંતુ મધ્ય અને હાર્બર, ટ્રાન્સહાર્બર લાઇન પરના કેટલાક સ્ટેશનો વચ્ચે પણ બને છે. આથી રેલવે પોલીસ આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરે તેવી મુસાફરોએ માંગ કરી છે.

 

BMC Elections 2026: મુંબઈ મહાપાલિકા પર કબજો મેળવવા મહાયુતિનો માસ્ટર પ્લાન, આજે સીટ વહેંચણી પર થશે અંતિમ મંથન
Kandivli Borivali block: કાંદિવલી અને બોરીવલી વચ્ચે છઠ્ઠી લાઇનના કમીશનીંગ ના સંબંધમાં નોન-ઇન્ટરલોકિંગ કાર્ય હેતુ બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે
Mumbai Pollution: પ્રદૂષણ પર BMCનો એક્શન પ્લાન: મુંબઈમાં હવા પ્રદૂષણ મામલે 36 સ્થળોની તપાસ, કોર્ટમાં રજૂ થયો વિગતવાર રિપોર્ટ
BMC Elections: મુંબઈના ભવિષ્યનો ફેંસલો! BMC ચૂંટણીની તારીખો જાહેર, જાણો ક્યારે થશે મતદાન અને મતગણતરી
Exit mobile version