Mumbai Local Train ‘Maskman’ Caught: ટ્રેનમાંથી કૂદીને ભાગતો ‘માસ્કમેન’ ઝડપાયો; ₹૭.૯ લાખનું સોનું જપ્ત.

મહિલા મુસાફરોના દાગીના આંચકનાર ૨૯ વર્ષીય રીઢા ગુનેગારની રેલવે પોલીસે કરી ધરપકડ, દાદર અને બોરીવલી સહિતના ૫ ગુનાઓનો ભેદ ઉકેલાયો.

by Tanvi
Mumbai Local Train ‘Maskman’ Caught Jewelry Worth 7.9 Lakh Recovered; 5 Major Robbery Cases Solved.

News Continuous Bureau | Mumbai

Mumbai Local Train ‘Maskman’ Caught મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેનોમાં મહિલા મુસાફરોને નિશાન બનાવી સોનાના દાગીના આંચકી લેનારા એક રીઢા ગુનેગારને રેલવે પોલીસે ઝડપી પાડ્યો છે. ૨૯ વર્ષીય આ ‘માસ્કમેન’ પાસેથી પોલીસે ₹૭,૯૦,૦૦૦ ની કિંમતના સોનાના મંગળસૂત્ર, ચેઈન અને પેન્ડન્ટ રિકવર કર્યા છે. આ ધરપકડ સાથે દાદર, થાણે, બોરીવલી, નેરુલ અને ડોમ્બિવલી રેલવે સ્ટેશનો પર નોંધાયેલા પાંચ મોટા લૂંટના કેસ ઉકેલાઈ ગયા છે.

વિકલાંગ ડબ્બો અને માસ્ક

આરોપીની ગુના કરવાની પદ્ધતિ અત્યંત વ્યવસ્થિત અને શાર્પ હતી. તે હંમેશા લેડીઝ કોચની બિલકુલ બાજુમાં આવેલા વિકલાંગ (હેન્ડીકેપ્ડ) ડબ્બામાં સવાર થતો હતો જેથી મહિલાઓ પર નજર રાખી શકાય. પોતાની ઓળખ છુપાવવા માટે તે કાયમ માસ્ક પહેરી રાખતો હતો જેથી સીસીટીવી ફૂટેજમાં તેનો ચહેરો ન પકડાય. આ ઉપરાંત, ગુનો કર્યા પછી પાટા પર કૂદીને ભાગવામાં સરળતા રહે તે માટે તે હંમેશા મોંઘા સ્પોર્ટ્સ શૂઝ પહેરતો હતો.

પરેલ અને કરી રોડ વચ્ચેની ફિલ્મી લૂંટ

તાજેતરમાં જ આ આરોપીએ પરેલ અને કરી રોડ સ્ટેશન વચ્ચે ટ્રેન ધીમી પડી ત્યારે એક ૬૦ વર્ષીય વૃદ્ધાનું મંગળસૂત્ર આંચક્યું હતું અને ચાલુ ટ્રેનમાંથી પાટા પર કૂદીને અંધારાનો લાભ લઈ ભાગી ગયો હતો. પોલીસની તપાસથી બચવા માટે તે સતત પોતાના રહેઠાણની લાઇન બદલતો રહેતો હતો. તે ક્યારેક થાણે-કલવા તો ક્યારેક બોરીવલી કે નેરુલ જેવા વિસ્તારોમાં આશરો લેતો હતો જેથી પોલીસ તેને ટ્રેક ન કરી શકે.

આ સમાચાર પણ વાંચો : Mumbai Terror Propaganda Racket Busted: એન્જિનિયરિંગનો વિદ્યાર્થી એટીએસની ગિરફ્તમાં.

પ્લેટફોર્મ પર સાદા ગણવેશમાં તૈનાત પોલીસે ઝડપ્યો

રેલવે પોલીસની ક્રાઈમ બ્રાન્ચે તમામ પાંચેય ગુનાઓમાં એક જ સરખી પેટર્ન (માસ્ક અને સ્પોર્ટ્સ શૂઝ) જોઈને એક સ્પેશિયલ ટીમ બનાવી હતી. સેંકડો સીસીટીવી ફૂટેજની ઊંડી તપાસ કર્યા બાદ, પરેલ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૧ પર સાદા ગણવેશમાં પોલીસે વોચ ગોઠવી હતી. જેવો આ શંકાસ્પદ ‘માસ્કમેન’ ફરીથી શિકારની શોધમાં પ્લેટફોર્મ પર દેખાયો, પોલીસે તેને કોર્ડન કરીને રંગેહાથ ઝડપી પાડ્યો હતો.

Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More