News Continuous Bureau | Mumbai
Mumbai Local Train News :પશ્ચિમ રેલવેના દહાણુ રોડ(Dahanu Road) પર માળખાકીય સુવિધાઓના નિર્માણ માટે બુધવારે સવારે 8.50 થી 11.50 સુધી બ્લોક(block) લેવામાં આવ્યો છે. જેના કારણે પશ્ચિમ રેલવેની(western railway) કેટલીક લોકલ ટ્રેનો(local train) આંશિક રીતે રદ કરવામાં આવી છે. તેમજ મેલ-એક્સપ્રેસ 30 થી 45 મિનિટ મોડી દોડશે. પશ્ચિમ રેલ્વે દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, અંધેરી-દહાણુ રોડ લોકલ સવારે 7.51 વાગ્યે વાણગાંવ સુધી ચલાવવામાં આવશે.
પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જારી કરેલી પ્રેસ રિલીઝમાં અસરગ્રસ્ત ટ્રેન સેવાઓની સૂચિ શેર કરવામાં આવી છે. જે નીચે મુજબ છે..
– સવારે 7.51 AM કલાકની અંધેરી-દહાણુ રોડ લોકલ માત્ર વાણગાંવ સ્ટેશન સુધી દોડાવવામાં આવશે.
– સવારે 9.37 AM કલાકની દહાણુ રોડ-અંધેરી લોકલ વાણગાંવ અને વિરાર વચ્ચે દોડશે.
– સવારે 7.42 AM કલાકની ચર્ચગેટ-દહાણુ રોડ લોકલ વાણગાંવ સ્ટેશન સુધી દોડાવવામાં આવશે
આ સમાચાર પણ વાંચો : Today’s Horoscope : આજે 16 ઓગસ્ટ 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.
– સવારે 10.10 AM કલાકની દહાણુ રોડ-વિરાર લોકલ વાણગાંવ અને વિરાર વચ્ચે દોડશે.
– સવારે 8.49 AM કલાકની ચર્ચગેટ-દહાણુ રોડ લોકલ વાણગાંવ સ્ટેશન સુધી દોડાવવામાં આવશે.
– સવારે 11.35 AM કલાકની દહાણુ રોડ – વિરાર લોકલ દોડશે વાણગાંવ અને વિરાર વચ્ચે દોડશે.
આ ઉપરાંત બ્લોકના કારણે ટ્રેન નંબર 22930 બરોડા-દહાણુ રોડ એક્સપ્રેસને ઉમરગામ રોડ સ્ટેશન વચ્ચે 45 મિનિટ માટે રોકવામાં આવશે. તો, ટ્રેન નંબર 22956 કચ્છ એક્સપ્રેસ ભુજ-બાન્દ્રા ટર્મિનસ સુધી 30 મિનિટ માટે રોકાશે.