News Continuous Bureau | Mumbai
Mumbai Local train : આજકાલ લોકો ફેમસ થવા માટે રીલના રવાડે ચડ્યા છે. લોકો રીલ્સ બનાવવા માટે ગતકડાં પણ કરવા તૈયાર હોય છે. સ્થિતિ એવી છે કે હવે બસ, મેટ્રો હોય કે રેલ્વે સ્ટેશન દરેક જગ્યાએ લોકો રીલ બનાવતા જોવા મળે છે. આ વાયરલ વીડિયોમાં ક્યારેક કોઈ ચાલતી મેટ્રોમાં ડાન્સ કરી રહ્યું છે તો ક્યારેક કોઈ જાહેરમાં હાસ્યાસ્પદ ગતિવિધિઓ કરી રહ્યું છે. તેમનો ઉદ્દેશ્ય માત્ર એક જ છે અને તે છે લાઈક્સ અને વ્યુઝ મેળવવાનો. હાલમાં જ આવો જ એક વીડિયો ચર્ચામાં છે, જેમાં એક યુવતી મુંબઈની લોકલ ટ્રેનમાં ડાન્સ કરતી જોવા મળી રહી છે.
Everyone Vibing 🗿 pic.twitter.com/fppiwirZtf
— विवेक (@Vivekspeaks_) December 8, 2023
છોકરીએ લોકલ ટ્રેનમાં ડાન્સ કર્યો
આ વાયરલ વીડિયોમાં એક યુવતી મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેનમાં ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ દરમિયાન તેને ખબર પડે છે કે તેની પાછળ એક પોલીસકર્મી ઉભો છે, તો તે પહેલા થોડી સંકોચાય છે, પરંતુ બીજી જ ક્ષણે તે ડાન્સ કરવા લાગે છે. એટલું જ નહીં, યુવતી પોતે તો ડાન્સ કરી જ રહી છે સાથે તે પોલીસ વર્દીમાં રહેલા વ્યક્તિને પણ ડાન્સ કરવા મજબૂર કરે છે. વીડિયોમાં બંનેને ખૂબ જ ઉત્સાહથી ડાન્સ કરતા જોઈ શકાય છે. આ વીડિયો જોયા પછી કોઈ એન્જોય કરી રહ્યું છે તો કોઈ ગુસ્સો વ્યક્ત કરી રહ્યું છે.
છોકરીનો ડાન્સ વીડિયો વાયરલ
આ વીડિયો જોનારા યુઝર્સ તેના પર વિવિધ કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘જેમણે આવા લોકોને રોકવું જોઈએ… તેઓ પોતે જ ડાન્સ કરી રહ્યા છે.’ અન્ય યુઝરે લખ્યું, ‘વાહ પોલીસ વાહ!’ ત્રીજા યુઝરે લખ્યું, ‘આ રીલ ગર્લ ગરીબ વ્યક્તિની નોકરી ખાઈ જશે.’ તો કેટલાક યુઝર્સે આ વીડિયોને સ્ક્રિપ્ટેડ ગણાવ્યો હતો.
