News Continuous Bureau | Mumbai
Mumbai local : મુંબઈ લોકલ ટ્રેનને મુંબઈકરોની લાઈફલાઈન કહેવાય છે. જો તે અટકશે તો અડધું મુંબઈ થંભી જશે. મુંબઈમાં રહેતી અડધી વસ્તી તેની મદદથી અવરજવર કરે છે. હવે, મુંબઈની લગભગ અડધી વસ્તી આ ટ્રેનોમાં અવરજવર કરતી હોવાથી, તે સ્પષ્ટ છે કે તેમાં ઘણી ભીડ હશે. આ ભીડમાં ઘણી વખત લોકો વચ્ચે દલીલો થાય છે. ઘણી વખત દલીલ એટલી વધી જાય છે કે તે લડાઈ સુધી પહોંચી જાય છે. હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
જુઓ વિડીયો
Hair Pulling Scenes… Free for All.
A normal happening inside the Ladies Coach of #MumbaiLocal train. pic.twitter.com/6wmXGrfsNp
— मुंबई Matters™ (@mumbaimatterz) September 5, 2023
એકબીજાના ખેંચ્યા વાળ
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે ટ્રેનમાં મહિલાઓના બે જૂથની વચ્ચે કોઈ વાતને લઈ વિવાદ થાય છે, જેમાં કઈ બાબતને લઈ વિવાદ થાય છે એ જાણવા મળ્યું નથી. પરંતુ બે જૂથની વચ્ચે કોઈ વાતને લઈ વાતચીત થયા પછી ઝઘડામાં પરિણમી ગઈ ગઈ હતી. ત્યારબાદ એકબીજાની આમને સામને આવીને બૂમાબૂમ કરીને એકબીજાના વાળ ખેંચતી જોવા મળી હતી. દરમિયાન અન્ય યાત્રીકોએ તેમને શાંત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમનો પ્રયાસ નિષ્ફળ ગયા.
ટ્વિટર યુઝર્સે આ ઘટનાની સખત નિંદા કરી છે. એક વ્યક્તિએ લખ્યું કે સંસ્કારી સમાજમાં આ શોભતું નથી. ઘણા લોકોએ આ અંગે રેલ્વે પ્રશાસન પાસે કડક કાર્યવાહીની માંગ કરી છે. નોંધનીય છે કે થોડાક દિવસો પહેલા મુંબઈની લોકલ ટ્રેનમાં બે પ્રવાસીઓ વચ્ચે ઝઘડો થયો હતો.
આ સમાચાર પણ વાંચો : Match fixing: એશિયા કપ વચ્ચે શ્રીલંકન ટીમ ને મોટો ઝટકો, આ ક્રિકેટરની મેચ ફિક્સિંગ માં થઇ ધરપકડ..