Site icon

Mumbai Mega Block: રવિવારે શું બહાર જવાનું આયોજન છે? તો જાણો ક્યાં અને કેટલો સમય રહેેશે મેગાબ્લોક.. વાંચો વિગતે અહીં…

Mumbai Mega Block: રવિવારે પશ્ચિમ રેલવેમાં ક્યાં અને કેટલો સમય બ્લોક રહેશે તે અંગે મુસાફરોમાં મૂંઝવણ હતી. રેલવે દ્વારા હવે આ માહિતી આપવામાં આવી છે….

Mumbai Mega Block Are you planning to go out on Sunday So know where and how long Megablock will be

Mumbai Mega Block Are you planning to go out on Sunday So know where and how long Megablock will be

News Continuous Bureau | Mumbai 

Mumbai Mega Block: પશ્ચિમ રેલવે ( Western Railway ) ની છઠ્ઠી લાઈન ( 6th Line ) માટે 26 ઓક્ટોબરથી 6 નવેમ્બર વચ્ચે 2525 લોકલ ટ્રેનો ( Local Train ) રદ કરવામાં આવી છે. પશ્ચિમ રેલવેના રૂટ પર દરરોજ સરેરાશ 250 થી 300 લોકલ ટ્રેનો રદ થતી હોવાથી આ રૂટ પરનો વાહન વ્યવહાર ખોરવાયો છે. તો બીજી બાજુ શુક્રવારે વસઈ સ્ટેશન ( Vasai Station ) નજીક એક માલગાડી પાટા પરથી ઉતરી જવાથી અરાજકતાનો ઉમેરો થયો હતો. તેથી રવિવારે પશ્ચિમ રેલવેમાં ક્યાં અને કેટલો સમય બ્લોક રહેશે તે અંગે મુસાફરોમાં મૂંઝવણ હતી. રેલવે ( railway ) દ્વારા હવે આ માહિતી આપવામાં આવી છે.

Join Our WhatsApp Community

રેલ્વે ટ્રેક, સિગ્નલ સિસ્ટમ અને અન્ય સાધનોની જાળવણી માટે પશ્ચિમ રેલવે દ્વારા 29 ઓક્ટોબર, 2023ના રોજ એટલે કે રવિવારના રોજ વસઈ અને વિરાર સ્ટેશન ( Vasai – Virar Station ) વચ્ચે ખાસ બ્લોક ( Special Block ) લેવામાં આવશે. આ બ્લોક સાડા ત્રણ કલાકનો રહેશે. આ બ્લોક બપોરે 12.30 થી સવારે 4 વાગ્યા સુધી લેવામાં આવશે. આ બ્લોક અપ અને ડાઉન રૂટ પરની તમામ ધીમી ગતિની ટ્રેનો માટે રહેશે.

આ સમાચાર પણ વાંચો : Assam: વિશ્વભરના મુસ્લિમ સમુદાયમાં ગુનાખોરીનું પ્રમાણ વધુ: બદરુદ્દીન અજમલનું વિવાદાસ્પદ નિવેદન.. જાણો વિગતે અહીં..

 તમામ ધીમી ગતિની ટ્રેનો વસઈ રોડ અને વિરાર વચ્ચે એક્સપ્રેસ લાઇન પર ચલાવવામાં આવશે…

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે આ સંદર્ભે એક પરિપત્ર જાહેર કર્યો છે. બ્લોક વચ્ચેની તમામ ધીમી ગતિની ટ્રેનો વસઈ રોડ અને વિરાર વચ્ચે એક્સપ્રેસ લાઇન પર ચલાવવામાં આવશે. દરમિયાન, કેટલીક ટ્રેનો રદ્દ કરવામાં આવશે. આ પરિપત્રમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સંબંધિત સ્ટેશનોના સ્ટેશન માસ્ટર આ બ્લોક વિશે વિગતવાર માહિતી આપી શકશે…

Cooper Hospital rats: કૂપર હોસ્પિટલમાં ઉંદરના ત્રાસની સમસ્યાઓ પર ફરિયાદ મળતા પાલિકા સફાળી જાગી. હવે ઉંદર પકડવાના કામમાં વ્યસ્ત.
Mumbai Reservoirs Full: મુંબઈના જળાશયોમાં જળસંગ્રહ વિક્રમી સપાટીએ, નાગરિકોની પાણીની ચિંતા હળવી
Mumbai Pawai: મુંબઈના પવઈ વિસ્તારમાં નશામાં ધૂત શખ્સે મહિલા ડોક્ટર પર હુમલો કર્યો. ગાડીને નુકસાન પહોંચાડ્યું
Nikita Ghag news: જાણીતા બોલિવૂડ પ્રોડ્યુસર પર અભિનેત્રી અને તેના સાગરિતો દ્વારા ₹૧૦ લાખની ખંડણીની માંગણી સંદર્ભે પોલીસ ફરીયાદ નોંધાઈ.
Exit mobile version