Site icon

Mumbai mega block : રેલયાત્રી કૃપયા ધ્યાન દે.. આ રેલવે લાઈન પર આજે મધ્યરાત્રિથી 22-કલાકનો મેગાબ્લોક, કેટલીક લોકલ સેવા થશે રદ, જુઓ શેડયુલ..

Mumbai mega block : વીકએન્ડ માટે બહાર જવાનું પ્લાનિંગ કરી રહેલા મુંબઈકર માટે મહત્વના સમાચાર છે. મધ્ય રેલવે શનિવાર અને રવિવારે 22 કલાક માટે ટ્રાફિક અને પેવર બ્લોક લેશે. કસારા સ્ટેશન પર નોન-ઇન્ટરલોકીંગ કામો અને કર્ણક પુલના પુનઃનિર્માણ માટે મેગાબ્લોક લેવામાં આવશે. તેથી, અસુવિધા ટાળવા માટે, મુંબઈકરોએ સમયપત્રક જોઈને જ લોકલ મુસાફરીનો વિચાર કરવો પડશે.

Mumbai mega block Central Railway announces special traffic and power blocks at Kasara Station, services affected

Mumbai mega block Central Railway announces special traffic and power blocks at Kasara Station, services affected

News Continuous Bureau | Mumbai

 Mumbai mega block : મુંબઈમાં દરરોજ લાખો મુસાફરો લોકલ ટ્રેનમાં મુસાફરી કરે છે. તેથી જ લોકલ ટ્રેનને મુંબઈકરોની લાઈફલાઈન કહેવામાં આવે છે. આ લોકલ ટ્રેનોના ટ્રાફિકને સુવ્યવસ્થિત રીતે ચાલુ રાખવા માટે રેલવે દ્વારા રેલવે ટ્રેક, સિગ્નલ સિસ્ટમનું સમારકામ અને જાળવણી કરવામાં આવી રહી છે. આ જ કડીમાં મધ્ય રેલવે તરફથી ખાસ ટ્રાફિક અને પાવર બ્લોક લેવામાં આવશે. આ બ્લોક સેન્ટ્રલ અને હાર્બર રેલ્વે લાઇન પર લેવામાં આવશે.  

Join Our WhatsApp Community

 Mumbai mega block :  કર્ણક પુલના પુનઃનિર્માણ માટે રહેશે બ્લોક 

મધ્ય રેલવેના મુંબઈ ડિવિઝનના કસારા સ્ટેશન પર શનિવાર અને રવિવારના રોજ મધ્યરાત્રિના પાવર બ્લોક નૉન-ઇન્ટરલોકિંગ કામો અને કર્ણક પુલના પુનઃનિર્માણ માટે રહેશે. તેથી, જો તમે બહાર જવાનું આયોજન કરી રહ્યાં છો, તો ટ્રેનનું સમયપત્રક જોઈને જ ઘરની બહાર નીકળો. કારણ કે મધ્ય રેલવે પર 22 કલાકનો મેગા બ્લોક રહેશે.

આ સમાચાર પણ વાંચો : Baba Siddique murder: …એટલે જ શૂટરોને ઉત્તર પ્રદેશથી બોલાવવામાં આવ્યા હતા, બાબા સિદ્દીકી હત્યા કેસમાં મોટો ખુલાસો, અત્યાર સુધીમાં 9 ધરપકડ..

કસારા સ્ટેશન પર આયોજિત આ બ્લોક શનિવારે રાતે 3:20 વાગ્યે શરૂ થશે અને રવિવારે રાતે 1:20 વાગ્યા સુધી ચાલુ રહેશે. 22 કલાકના આ બ્લોકના કારણે 22 લોકલ સેવાઓ માત્ર નજીકના સ્ટેશનો સુધી જ ચાલશે, કર્નાક પોર્ટ બ્રિજના નિર્માણ માટે મધ્ય રેલવે અને હાર્બર લાઇન શનિવારે મધ્યરાત્રિ 12:30 થી 3:30 વચ્ચે બ્લોક રહેશે.

  Mumbai mega block : શેડ્યૂલ કેવું રહેશે?

 Mumbai mega block : કુર્લાથી વાશી ટ્રાફિક બંધ રહેશે

હાર્બર રૂટ પરના બ્લોકને કારણે CSMT અને પનવેલ-બેલાપુર-વાશી વચ્ચેની લોકલ સેવાઓ રવિવારે સવારે 10:34 થી બપોરે 3:36 વાગ્યા સુધી બંધ રહેશે. દરમિયાન, CSMT-કુર્લા અને પનવેલ-વાશી વચ્ચે વિશેષ ટ્રેનો ચલાવવામાં આવશે, રેલવેએ માહિતી આપી છે. આ સમયગાળા દરમિયાન, રેલવેએ હાર્બર રૂટ પરના મુસાફરોને સવારે 10:00 થી સાંજના 6:00 વાગ્યા સુધી ટ્રાન્સ હાર્બર રૂટ પર મુસાફરી કરવાની મંજૂરી આપી છે.

Mumbai Police: મુંબઈમાં ₹૧૫ કરોડનું કોકેઈન મળતાં ખળભળાટ, ડોંગરી પોલીસે આંતરરાષ્ટ્રીય ઇથોપિયા કનેક્શનનો કર્યો પર્દાફાશ!
Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Mumbai Airport Customs: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ₹૨૨.૭૪ કરોડનો NDPS અને સોનું જપ્ત; ૭ આરોપીઓની ધરપકડ
Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Exit mobile version