News Continuous Bureau | Mumbai
Mumbai Mega Block : મુંબઈ લોકલ મુંબઈકરોની લાઈફલાઈન ગણાય છે… લાખો મુંબઈકર લોકલ ટ્રેનમાં મુસાફરી કરે છે. પરંતુ જો તમે આવતીકાલે (રવિવારે) મુંબઈ લોકલ દ્વારા મુસાફરી કરવા જઈ રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે. જો તમે કાલે બહાર જવાના છો તો ઘરની બહાર નીકળતા પહેલા આ સમાચાર વાંચો.
ત્રણેય લાઈન પર મેગાબ્લોક
આવતીકાલે એટલે કે રવિવારે મધ્ય, હાર્બર, ટ્રાન્સ હાર્બર રૂટ પર મેગાબ્લોક રહેશે. મધ્ય રેલવેની માટુંગા-મુલુંડ અપ અને ડાઉન સ્લો લાઇન પર સવારે 11.05 થી બપોરે 3.55 વાગ્યા સુધી મેગા બ્લોગ હશે. બ્લોક સમયગાળા દરમિયાન CSMT – થાણે વચ્ચે અપ અને ડાઉન ધીમી લાઈનો પર લોકલ અપને ઝડપી લાઈનો પર ડાયવર્ટ કરવામાં આવશે. આ લોકલ મુલુંડ, ભાંડુપ, વિક્રોલી, ઘાટકોપર, કુર્લા અને શિવ સ્ટેશન પર રોકાશે.
વાશી-નેરુલ અપ અને ડાઉન રૂટ પર મેગાબ્લોક
ટ્રાન્સ હાર્બર રૂટ થાણેથી વાશી-નેરુલ અપ અને ડાઉન રૂટ પર સવારે 11.10 થી સાંજે 4.10 વાગ્યા સુધી મેગા બ્લોગ હશે. વાશી – નેરુલ – પનવેલથી થાણે સ્ટેશનો વચ્ચે અપ અને ડાઉન ટ્રાન્સ હાર્બર રૂટ પરની લોકલ સેવાઓ બંધ રહેશે.
આ સમાચાર પણ વાંચો : Western railway : સુવિધામાં વધારો, ગુજરાતના આ રેલવે મંડળ પર રેલ ટિકિટ ભાડાના પેમેન્ટ માટે QR કોડ ની સુવિધા ઉપલબ્ધ કરાઈ
માહિમથી અંધેરી અપ અને ડાઉન રૂટ પર મેગાબ્લોક
હાર્બર રૂટ પર માહિમથી અંધેરી અપ અને ડાઉન રૂટ પર સવારે 11 થી સાંજે 4 વાગ્યા સુધી મેગા બ્લોગ રહેશે. CSMT – બાંદ્રા અપ અને ડાઉન, CSMT – ગોરેગાંવ અપ અને ડાઉન તમામ લોકલ રદ કરવામાં આવશે.