Site icon

Mumbai Mega Block news: કર્ણાક બંદર બ્રિજના ગર્ડર લોંચિંગ માટે મુંબઈમાં સેન્ટ્રલ રેલવે પર ખાસ બ્લોક,કેટલીક લોકલ ટ્રેનો રદ; મેલ-એક્સપ્રેસ રૂટ બદલાયા

Mumbai Mega Block news: મધ્ય રેલ્વે પર 20 અને 21 જુલાઈના રોજ મધ્યરાત્રિ 12:30 થી સવારે 4:30 વાગ્યા સુધી ચાર કલાકનો વિશેષ બ્લોક જોવામાં આવશે. કર્ણાક પોર્ટ ફ્લાયઓવર ગર્ડર લોંચિંગ બ્લોક વર્ક માટે સ્પેશિયલ પોર્ટલ બૂમના નિર્માણ અને જૂના એન્કરને 800 MT એરડ્રોપ રોડ ક્રેન દ્વારા દૂર કરવા માટે ઓવરહેડ ઇક્વિપમેન્ટ (OHE) દ્વારા ખાસ ટ્રાફિક અને પાવર બ્લોક લેવામાં આવશે.

Mumbai Mega Block news Central Railway Block Since Midnight Due To Carnac Bridge Work On Saturday 20 July

Mumbai Mega Block news Central Railway Block Since Midnight Due To Carnac Bridge Work On Saturday 20 July

  News Continuous Bureau | Mumbai

Mumbai Mega Block news: શહેરમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને મસ્જિદ સ્ટેશનો વચ્ચેના 150 વર્ષથી વધુ જૂના કર્ણાક બંદર રેલ્વે ફ્લાયઓવર( Carnak port flyover ) ને તોડી પાડવામાં આવ્યા પછી, તેના પુનઃનિર્માણમાં ઝડપ આવી છે. શનિવારે મધરાત બાદ કર્ણક પુલનો પ્રથમ ગર્ડર ઊભો કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. સ્પેશિયલ પોર્ટલ બૂમ ઊભી કરવા માટે, જૂના એન્કરને 800 MT ક્ષમતાની એરડ્રોપ રોડ ક્રેન દ્વારા દૂર કરવામાં આવશે. આ કામ માટે નાઈટ બ્લોક જાહેર કરવામાં આવ્યો છે. 

Join Our WhatsApp Community

આવતીકાલે એટલે કે શનિવારે મધ્ય રેલવે પર ખાસ મેગા બ્લોક ( Central railway mega block )  નું આયોજન કરવામાં આવ્યું છે. આ બ્લોક કર્ણાક પોર્ટ ફ્લાયઓવર ( Mumbai news ) ના કામ માટે લેવામાં આવી રહ્યો છે. આ કારણે શનિવારે કેટલીક લોકલ ટ્રેનો રદ્દ કરવામાં આવશે. તો કેટલીક એક્સપ્રેસ ટ્રેનો ને પણ અસર થશે. આ બ્લોકની અસર મધ્ય રેલવે અને હાર્બર લાઇન પર પણ પડશે. તો ચાલો જાણીએ કે શનિવારે લોકલ શેડ્યૂલ કેવું રહેશે.

Mumbai Mega Block news: ચાર કલાકનો બ્લોક

કર્ણાક પોર્ટ ફ્લાયઓવર છેલ્લા બે વર્ષથી નિર્માણાધીન છે. આ પુલના બીમ ઉભા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ માટે મધ્ય રેલવે તરફથી ખાસ બ્લોક લેવામાં આવ્યો છે. શનિવારે રાતે 12.30 થી 4.30 વાગ્યા સુધી ચાર કલાક( Central Railway Mega block ) નો બ્લોક રહેશે. આ બ્લોકને કારણે CSMT થી ભાયખલા અને CSMT થી વડાલા રોડ  લોકલ સેવાઓ બંધ રહેશે. તેમજ મેગા બ્લોક અન્ય લોકલ અને એક્સપ્રેસને અસર કરશે.

મુખ્ય લાઇન પર ભાયખલા થી CSMT અને હાર્બર લાઇન પર વડાલા રોડથી CSMT વચ્ચે મધ્ય રેલવેની લોકલ સેવા રદ ( Local Train cancel )  કરવામાં આવી છે. ઉપરાંત, મુખ્ય માર્ગ પર અપ અને ડાઉન લોકલ ભાયખલા, પરેલ, થાણે અને કલ્યાણ સુધી ચલાવવામાં આવશે. હાર્બર રૂટ પર અપ અને ડાઉન લોકલ વડાલા રોડ સ્ટેશન સુધી ચલાવવામાં આવશે. તેમજ લોકલ ટ્રેનો આ સ્ટેશનથી પનવેલ તરફ દોડશે.

આ સમાચાર પણ વાંચો  :  Mumbai Rain Update: મુંબઈમાં મુશળધાર વરસાદ, રત્નાગીરી, ભંડારા અને સતારા સહિત રાજ્યના કુલ 6 જિલ્લાઓ માટે રેડ એલર્ટ; જાણો હવામાન વિભાગની આગાહી..

Mumbai Mega Block news: મુખ્ય માર્ગ પર દોડતી ટ્રેનો

Mumbai Mega Block news: હાર્બર રૂટ પર ( Harbour route ) નીચે મુજબ ટ્રેનો ચલાવવામાં આવશે

Mumbai Mega Block news: આ બ્લોક દરમિયાન દાદર સ્ટેશન સુધી નીચેની મેલ/એક્સપ્રેસ ટ્રેનો દોડશે.

    

Mega Block:રવિવારે મધ્ય રેલવે દ્વારા થાણે અને કલ્યાણ વચ્ચે મેગા બ્લોક.
Mumbai airport news: મુંબઈ એરપોર્ટ પરથી નકલી પાસપોર્ટ સાથે બે વિદેશીઓની ધરપકડ
Mumbai drug bust: વસઈમાં 8 કરોડની કિંમતના હેરોઈન સાથે રાજસ્થાનના ત્રણ શખ્સોની ધરપકડ
Adani Electricity:અદાણી ઇલેક્ટ્રિસિટી નવરાત્રી અને દુર્ગા પૂજા પંડાલ માટે સરળતાથી કનેક્શન અને રાહતદરે વીજળી આપશે
Exit mobile version