Site icon

ઓહો-છેક 13 માં માળે મુંબઈ મેટ્રોનુ સ્ટેશન- જાણો મુંબઈ મેટ્રોની આ અજાયબી વિશે- ચોંકી જશો

News Continuous Bureau | Mumbai 

મુંબઈમાં હાલ અનેક મેટ્રો રેલવેનું(metro railway) કામ ચાલી રહ્યું છે, જોકે એ તમામ મેટ્રો રેલમાં(Metro rail) મુંબઈમાં સૌથી ઊંચા મેટ્રો કોરિડોર(Metro corridor) મેટ્રો-6 (સ્વામી સમર્થ નગરથી વિક્રોલી)નું બાંધકામ મોટા પાયા પર થઈ રહ્યું છે. આ મેટ્રોનું લગભગ 56 ટકા કામ થઈ ગયું છે. મુંબઈનો આ સૌથી ઉંચો મેટ્રો કોરિડોર જમીનથી 38 મીટર ઊંચો એટલે કે 13 માળાની બિલ્ડિંગ કરતા પણ ઊંચો હશે. જ્યારે મુંબઈમાં બની રહેલા અન્ય મેટ્રો કોરિડોર જમીનથી લગભગ 16 મીટર ઊંચાઈ પર બની રહ્યા છે.

Join Our WhatsApp Community

મુંબઈનો સૌથી ઊંચો આ મેટ્રો કોરિડોર એલ.બી.એસ.માર્ગ(LBS Marg,), જોગેશ્ર્વરી-વિક્રોલી લિંક રોડ(Jogeshwari-Vikroli Link Road) અને મેટ્રો-4 વડાલા-કાસરવડવલી મેટ્રો કોરિડોરના ઉપરથી પસાર થશે.

મેટ્રો-6 અને મેટ્રો-4 બંને મેટ્રો કોરિડોર જમીનથી લગભગ 20 મીટર ઊંચાઈ પર રહેશે. એટલું જ નહીં પણ મેટ્રો-6 કોરિડોરનું સૌથી ઊંચું સ્ટેશન કાંજુરમાર્ગ મેટ્રો સ્ટેશન હશે, જ્યારે મેટ્રો 4નું ગાંધીનગર સ્ટેશન સૌથી ઉંચુ હશે. 

આ સમાચાર પણ વાંચો : પોલીસનો ડર બતાવી યુવક પાસે પાંચ લાખ એંઠનારી ટોળકીને બોરીવલીની કસ્તુબા માર્ગે પોલીસે પકડી પાડી- જાણો વિગત

મુંબઈના સૌથી ઊંચા કોરિડોરમાં પ્રવાસ કર્યા બાદ પ્રવાસીઓને સ્ટેશન પરિસરમાંથી બહાર નીકળવા માટે એસ્કેલેટર(Escalator) અને લિફ્ટની(elevator) સુવિધા હશે. આવી સુવિધા હાલ ફક્ત બેંગલુરુ મેટ્રોમાં(Bengaluru Metro) જ ઉપલબ્ધ છે.

આ મેટ્રો કોરિડોરના નિર્માણ દરમિયાન ટ્રાફિકની સમસ્યા(Traffic problem) નિર્માણ થાય નહીં તે માટે એમએમઆરડીએ(MMRDA) અને જે.કુમાર ઈન્ફ્રાસ્ટ્રક્ચર(J.Kumar Infrastructure) પહેલી વખત અત્યાધુનિક સ્ટાઈલ કેરિયરનો ઉપયોગ કરી રહ્યું છે. 

હાલ મેટ્રો-6માં કાંજુરમાર્ગ સ્ટેશનનું(Kanjurmarg station) બાંધકામ ઝડપી બનાવવામાં આવી રહ્યું છે. મેટ્રો-4ના કારણે પાડોશી શહેર થાણે સાથે મુંબઈ જોડાશે. તો મેટ્રો-6ને કારણે મુંબઈનો પૂર્વ અને પશ્ચિમ ઉપનગર જોડાઈ જશે.

મેટ્રો-4 અને મેટ્રો-6 આ બંને કોરિડોરના સ્ટેશન એકબીજાથી કનેક્ટ કરવા માટે તેમને ફૂટ ઓવરબ્રિજ સાથે પણ જોડવામાં આવશે. આ બંને મેટ્રો સ્ટેશન લગભગ 100 મીટરના અંતર પર છે.
 

Mumbai Weather: ઠાણે, પાલઘર, રાયગઢમાં ભારે વરસાદની સંભાવના,મુંબઈ માટે આજે જારી કરવામાં આવ્યું આ એલર્ટ! જાણોકેવું રહેશે હવામાન?
Mumbai-Ahmedabad Highway: મુંબઈ-અમદાવાદ હાઇવે (NH-48) બન્યો ‘મોતનો ફાંસલો’, તલાસરી-દહીંસર પટ્ટા પર આ વર્ષે ૨૩૮ અકસ્માતોમાં થયા આટલા લોકોના મૃત્યુ
Bullet Train NMIA Link: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોરને નવી મુંબઈ એરપોર્ટ સુધી જોડવા માટે પ્રસ્તાવ,જાણો કાર્ય ની પ્રગતિ અને સમયરેખા
Central Railway: મુંબઈનું સીએસએમટી પ્લેટફોર્મ ૧૮ પુનર્વિકાસના કામ માટે ૧ ઑક્ટોબરથી આટલા દિવસ માટે રહેશે બંધ, જાણો સંપૂર્ણ માહિતી
Exit mobile version