News Continuous Bureau | Mumbai
મુંબઈ(mumbai)ના મેટ્રો કારશેડ(metro carshed) માટે પ્રસ્તાવિત રહેલા કાંજુરમાર્ગ પ્લોટ(kanjurmarg plot)ને આડેથી અડચણો દૂર થવાનું નામ લેતી નથી. કાંજુરમાર્ગનો આ પ્રસ્તાવિત મેટ્રો કારશેડ માટેના પ્લોટ પર એક ખાનગી કંપનીએ પોતાની માલિકીનો દાવો કર્યો છે, તેમાં હવે કેન્દ્ર સરકારે(central govt) ફરી એક વખત આ જગ્યા પોતાની માલિકીની હોવાનું કહ્યું છે. તે મુજબની એફિડેવિડ(Affidavit) પણ સોમવાર કેન્દ્ર સરકારે મુંબઈ હાઈકોર્ટ(Bombay Highcourt)માં દાખલ કરી છે.
મુંબઈ હાઈકોર્ટે 2020માં કાંજુરમાર્ગ પરિસરની 6,000 એકર કરતા વધુ જગ્યા એક ખાનગી કંપનીને આપવાનો આદેશ આપ્યો હતો. જોકે માલિકી હકનો આદેશ કંપનીએ કોર્ટની દિશાભૂલ કરીને મેળવ્યો હોવાનો રાજ્ય સરકારે આરોપ કરીને હાઈ કોર્ટમાં આ ચુકાદાને પડકાર્યો હતો. તેમ જ આ જગ્યા છેતરપિંડી(fraud) કરીને તાબામાં લીધી હોવાનો દાવો પણ રાજ્ય સરકારે(state govt) કોર્ટમાં કર્યો હતો.
આ સમાચાર પણ વાંચો : સાચવજો ભારતમાં કોરોનાએ ફરી ઊંચક્યું માથું- દેશમાં એક્ટિવ કેસ 27 હજાર નજીક- જાણો આજની શું છે સ્થિતિ
સોમવારે આ પ્રકરણે કોર્ટમાં સુનાવણી ચાલી હતી. એ દરમિયાન કેન્દ્રના સોલ્ટ કમિશન અને સંરક્ષણ વિભાગ તરફથી એફિડેવિડ (Affidavit) દાખલ કરવામાં આવી હતી, તેમાં નમૂદ કરવામાં આવ્યું હતું કે આ જગ્યા અમારી માલિકીની હોઈ તેના પર રાજ્ય સરકાર (State govt) અથવા ખાનગી કંપનીનો કોઈ અધિકાર નથી. તેમ જ ઓક્ટોબર 20220માં જે ખાનગ કંપનીને આ જગ્યાનો માલિકી હક આપવામાં આવ્યો હતો તે કોર્ટ અને સરકારની સાથે છેતરપિંડી કરીને મેળવી છે. કોર્ટે આ એફિડેવિડ દાખલ કરી હતી અને તેના પર 13 જૂન સુધી સુનાવણી મુલતવી રાખી છે.